એશ્વર્યાને ફિલ્મોમાં પણ અને ફેશનમાં પણ પ્રયોગો કરવા ગમે છે

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને નવા નવા પ્રયોગો કરવા ગમે છે. તે કહે છે કે મને પ્રયોગો કરવામાં ખૂબ જ મજા આવે છે. માત્ર ફિલ્મોમાં નહીં, ફેશનની બાબતમાં પણ હું પ્રયોગો કરતી રહું છું. તે કહે છે કે રચનાત્મક રૂપથી હંમેશાં હું મુક્ત રહી છું. સિનેમામાં મારી પસંદગી પણ એ બાબતથી ઝળકે છે. જ્યારે તમે મારા વિશે એ વાત સ્વીકારો છો તો તમે મારી પસંદ-નાપસંદ ઉપરાંત રચનાત્મકતા પ્રતિ મારા ખુલ્લાપણાને પણ સમજી શકો છો.

ઐશ્વર્યાના જણાવ્યા અનુસાર તે કોઇ પણ પાત્ર માટે તૈયારી કરતી નથી. તે પાત્ર જ બની જાય છે. તે કહે છે કે મારે કોઇ પણ પાત્ર અંગે વિચારવાની જરૂર પડતી નથી. હું તેની બારીકાઇઓ પર ઊંડાણપૂર્વક વિચારું છું અને એક વખત તે પાત્રમાં સમાઇ જાઉં તો કેમેરા સામે તેને સરળતાથી રજૂ કરી દઉં છું.

હાલમાં ઐશ્વર્યા તેની આગામી ફિલ્મ ‘ફન્ને ખાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અનિલ કપૂર સાથે જોવા મળશે. તે એક સુપરસ્ટાર સિંગરની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ અંગે તે કહે છે કે મેં નક્કી કર્યું હતું કે મારી દીકરીના જન્મ બાદ ત્યારે જ કોઇ ફિલ્મ કરીશ જ્યારે હું સંપૂર્ણ રીતે તેના પર ધ્યાન આપી શકું. હું ઇચ્છતી નથી કે કામ દરમિયાન મારું ધ્યાન ભંગ થાય અને હું ભ્રમિત થઇ જાઉંં. હું એવી કોશિશ કરું છું કે જે પણ કંઇ કરું તેમાં મારા સો ટકા આપું.

You might also like