ઐશ્વર્યા પણ છે પ્રેગનેન્ટ!

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી પ્રેગન્ટ હોવાની વાતે જોર પકડ્યું છે. હાલ તે કાંસ ફિલ્મ ફેસ્ટિવલ અને સબરજીત ફિલ્મને કારણે ચર્ચામાં રહી છે. ત્યારે ફરી એક વખત પ્રેગ્નેન્સીને કારણે તે ચર્ચામાં આવી છે. ઐશ્વર્યા આજકાલ તેનું પેટ સંતાડી રહી છે. હાલમાં જ તે અભિષેક બચ્ચનની ફિલ્મ હાઉસફુલ-3ના પ્રીમિયરમાં આવી હતી. જ્યાં તે ફોટોગ્રાફરથી બચવાનો પ્રયાસ કરી રહી હતી.

જ્યાં ફોટોગ્રાફર તેના ફોટો ક્લિક કરવા આવ્યા ત્યાં જ તેણે તેના પેટ આગળ હાથ રાખી દીધો અને પર્સ પણ આગળની તરફ પેટ ઢંકાઇ જાય તે રીતે રાખ્યું હતું. ત્યારથી મીડિયામાં તેની પ્રેગ્નેન્સીને લઇને સમાચારો વહેતા થયા છે. હાલ અભિષેક પણ ઐશ્વર્યાને ખુશ રાખવા માટે તેને લોગ ડ્રાઇવ પર લઇ જઇ રહ્યો છે. ત્યારે હવે થોડાક દિવસોમાં નવા મહેમાનની કિલકારીઓ બચ્ચન પરિવારમાં ગુજવા લાગે તો નવાઇ નહીં.

You might also like