ફોટોગ્રાફર્સે ફોટા પાડવાનું બંધ ના કર્યું તો એશ્વર્યાં રાય રડવા લાગી…

બે દાયકાથી પણ વધુ સમય બોલિવૂડમાં પસાર કરનાર અભિનેત્રી એશ્વર્યાં રાય બચ્ચન એક ઈવેન્ટમાં ફોટો ક્લિક થવાથી એટલી બધી પરેશાન થઈ ગઈ હતી, કે તે રોવા લાગી હતી. 44 વર્ષીય એશ્વર્યા રાય પોતાના સ્વર્ગસ્થ પિતા કૃષ્ણારાજ રાયનો જન્મદિવસ મનાવી રહી હતી.

જો કે આ વખતે એશ્વર્યા રાયે પોતાના પિતાનો જન્મદિવસ અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. એશ્વર્યાં રાયે પોતાના પિતાના જન્મદિવસ પ્રસંગે કેટલાક જરૂરિયાતમંદ બાળકોનું ઑપરેશન કરાવવાનો નિર્ણય કર્યો હતો.

એશ્વર્યાંએ 100 બાળકોના તાળવાનું ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ માટે એશ્વર્યાં જ્યારે એનજીઓને મળવા પહોંચી ત્યારે મીડિયા પણ મોટી સંખ્યામાં પહોંચી ગયું હતું. આ પ્રસંગે એશ્વર્યાંએ બાળકો સાથે કેક પણ કાપી હતી.

આ પ્રસંગે મીડિયા સતત ફોટો ક્લિક કરી રહ્યું હતું. એશ્વર્યાંએ મીડિયાને ફોટો લેવાની ના પાડી હતી. જો કે સતત ના પાડવા છતાં પણ ફોટોગ્રાફરો માન્યા ન હતા, તેથી એશ્વર્યાં રોવા લાગી હતી.

એશ્વર્યાંએ રોતા રોતાં મીડિયાને કહ્યું કે, કૃપયા બંધ કરો. શું તમે આ પ્રસંગને સમજતા નથી. આ કોઈ પ્રીમિયર નથી. કોઈ પબ્લિક ઈવેન્ટ નથી. કંઈક તો સન્માન જાળવો. આ પ્રસંગે એશ્વર્યાંની સાથે તેની પુત્રી આરાધ્યા અને માતા પણ હાજર હતી.

You might also like