તો રિયાલીટી શો દ્વારા ઐશ્વર્યા આવશે નાના પડદે

મુંબઇઃ ઐશ્વર્યા રાયના ચાહકો માટે એક ખુશીના સમાચાર છે. ઐશ્વર્યા રાય જલ્દી રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે. સ્ટાર પ્લસ પર ટૂંક સમયમાં નવો શો ‘દિલ હે હિંદુસ્તાની’ લોન્ચ થવા જઇ રહ્યો છે. ત્યારે આ શોની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.

ખાસ વાત એ છે કે આ શોમાં રેપર બાદશાહની સાથે નાના પડદે એન્ટ્રી થવા જઇ રહી છે. કરણ જોહર અને સંગીતકાર શેખરની સાથે જજ બનવા છે. સૂત્રોનુ માનીએ તો આ શો માટે ઐશ્વર્યા રાયને પણ એપ્રોચ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કરણ જોહરે ઐશ્વર્યા રાય સાથે વાત કરી છે. પરંતુ અત્યાર સુધી એશ તરફથી કોઇ જ જવાબ આવ્યો નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મોટા પડદે પોતાની અદાઓ દ્વારા સૌને લુભાવનાર ઐશ્વર્યા નાના પડદા પર આવવા માટે હા પાડે છે કે નહીં.

ટીવી પર પોતાની ફિલ્મના પ્રમોશન માટે અનેક રિયાલીટી શોમાં ઐશ્વર્યા આવી ચૂકી છે. પરંતુ તે હજી સુધી ક્યારે પણ જજ તરીકે કોઇ પણ રિયાલિટી શોમાં આવી નથી. ત્યારે જો તે આ શો માટે હા પાડશે તો આ શો પ્રથમ હશે કે જેમાં ઐશ્વર્યા રાય જજ તરીકે જોવા મળશે.

You might also like