આરાધ્યા સાથે કાન્સ માટે રવાના થઇ ઐશ્વર્યા

મુંબઇઃ  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ખુમાર બોલિવુડ હીરોહીનો પર છવાયેલો છે. ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી આરાધ્યા સાથે કાન્સમાં હાજરી આપવા રવાના થઇ છે. પુત્રી સાથે જઇ રહેલી ઐશ્વર્યાને એરપોર્ટ પર કેમેરામાં કેદ કરવામાં આવી છે. ઐશ્વર્યા વર્ષ 2002થી કાન્સમાં ડેબ્યુ કરી રહી છે. તે દર વર્ષે તેમાં ભાગ લેવા જાય છે. કેમેરાને જોઇને આરાધ્યાએ પણ સ્માઇલ આપી હતી.

પહેલી વખત વર્ષ 2002માં ઐશ્વર્યાએ કાન્સમાં દેવદાસના ડ્રેસને રિપ્રેઝન્ટ કર્યો હતો.  આ વખતે પણ તે દેવદાસ લુકને જ રિપ્રેઝન્ટ કરવાની છે. કાન્સ રેડ કાર્પોટ પર ઐશ્વર્યા આવતી કાલે પોતાના જલ્વા ફેલાવશે. હંમેશા પોતાની પુત્રીને પોતાની સાથે રાખનાર ઐશ્વર્યા કાન્સ ફેસ્ટિવલમાં પણ આરાધ્યાને લઇ જઇ રહી છે. તે જ્યાં પણ જાય છે ત્યાં આરાધ્યાને ચોક્કસથી લઇ જાય છે.

http://sambhaavnews.com/

 

You might also like