એક ફિલ્મની નિષ્ફળતાથી કરિયર રોકાતી નથીઃ ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેમનો ક્રેઝ દર્શકોમાં લગ્ન બાદ પણ જળવાયેલો છે. તે પોતાના કામને લઇને હજુ પણ કોન્શિયસ છે અને ઘણું બધું શીખવા ઇચ્છે છે. તેની કમબેક ફિલ્મો ‘જજબા’ અને ‘સરબજિત’ બોક્સ ઓફિસ પર એટલી સફળ ન રહી, પરંતુ લોકોએ તેની મહેનતને વખાણી. ૪૨ વર્ષની ઉંંમરે પણ તેનો જલવો તેવો જ છે. તે કહે છે કે જ્યારે લોકો તમારી મહેનતને પસંદ ન કરે ત્યારે સારું નથી લાગતું, પરંતુ કોઇ એક ફિલ્મની નિષ્ફળતાથી કરિયર રોકાઇ જતી નથી. મારું માનવું છે કે ભૂલો બાદ જ વ્યક્તિ આગળ જાય છે, વધુ મહેનત કરે છે અને વધુ સારું પર્ફોર્મન્સ આપી શકે છે.

ટૂંક સમયમાં ઐશ્વર્યાની ‘અે દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ રિલીઝ થશે. તે કહે છે કે હું મારી ફિલ્મની રિલીઝ પહેલાં ક્યારેય પણ નર્વસ થતી નથી. ફિલ્મો આવતી જતી રહે છે, પરંતુ તેના માટે નર્વસ થવું કોઇ પ્રકારની સમજદારી નથી. જો તમને દર્શકો પસંદ ન કરે તો નર્વસ થવાથી શો ફાયદો? ઐશ્વર્યાની ઉંંમર ૪૦ પ્લસ થઇ ચૂકી છે, પરંતુ તે આજે પણ યંગ પાત્ર ભજવી રહી છે. આ અંગે વાત કરતાં તે કહે છે કે ખરેખર મને પણ એ વાતનો ગર્વ છે. મને ખુશી છે કે મારા કામ અને કરિયરમાં મારી ઉંંમર બાધારૂપ બની નથી, જોકે તેની ક્રેડિટ ફિલ્મ મેકર્સને પણ જાય છે, કેમ કે તેઓ હજુ સુધી મને એવાં પાત્રો ભજવવા માટે ફિટ માને છે. હું માનું છું કે કોઇ પણ કામ ત્યાં સુધી કરતાં રહેવું, જ્યાં સુધી તમને તે કરવાની મજા આવે. •

You might also like