ઐશ્વર્યા સમજી-વિચારીને ફિલ્મ સાઈન કરે છે

ઐશ્વર્યા રાય બચ્ચને બોલિવૂડમાં કમબેક કરી દીધું છે, પરંતુ તે ખૂબ જ સમજી-વિચારીને ફિલ્મો સાઇન કરી રહી છે, જેથી તે પોતાના પરિવારને સમય આપી શકે. તેના મોંમાંથી ફિલ્મ માટે ‘હા’ પડાવવી સરળ નથી, છતાં પણ ‘સરબજિત’ના નિર્દેશક ઉમંગકુમારે ઐશ્વર્યાને ફક્ત ૧૫ મિનિટમાં ફિલ્મ માટે મનાવી લીધી હતી. અભિષેક બચ્ચનને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનની એ વાત ગમે છે કે તે પોતાની નજીકના લોકોને કોઇ પણ શરત વગર પ્રેમ કરે છે. ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્નજીવનને નવ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. અભિષેક અને ઐશ્વર્યાએ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે, જેમાં ‘ઢાઇ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ના કહો’, ‘ગુરુ’ અને ‘રાવણ’ જેવી ફિલ્મો સામેલ છે.

અભિષેકને એક પ્રશંસકે સવાલ પૂછ્યો કે તે શું ઐશ્વર્યા સાથે ફિલ્મ કરવા ઇચ્છશે? તેના જવાબમાં અભિષેકે કહ્યું કે હા, ચોક્કસ હું એશ સાથે કામ કરવા ઇચ્છીશ. ઐશ્વર્યા રાયે શરૂઆતમાં પોતાની પુત્રી આરાધ્યાને ગ્લેમરની દુનિયાથી દૂર રાખી, પરંતુ હવે તે ગ્લેમરની શોખીન થઇ ગઇ છે. ઐશ્વર્યાની પુત્રીનો એક પણ ફોટો લેવાનું ફોટોગ્રાફરો ચૂકતા નથી. ઐશ્વર્યા કહે છે કે જ્યારે અમે એરપોર્ટ પર કે ઘરથી બહાર જઇએ છીએ ત્યારે અમારી આસપાસ ભીડ હોય છે અને કેમેરા હોય છે. મને લાગે છે કે આ બધું તેના માટે પણ હવે સામાન્ય બની ગયું છે. •

You might also like