રોજ નવું શીખવા મળે છેઃ ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય બચ્ચનની છેલ્લી ફિલ્મ ‘સરબજિત’ પ્રદર્શિત થઇ. આ ફિલ્મના પ્રદર્શન અને એન્ડોર્સમેન્ટ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મદદ કરી. તે કહે છે કે ૧૫ વર્ષમાં મારા અનુભવ ખૂબ જ અલગ અને ખૂબ જ સારા રહ્યા. દર વર્ષે મને કંઇક નવું શીખવા મળે છે. ઐશ્વર્યા કહે છે કે મારી અત્યાર સુધીની સફર ખૂબ જ સુંદર રહી. ઐશ્વર્યા રાયમાં કેટલાંક પરિવર્તનો પણ જોવા મળે છે. તે પોતાને પુછાયેલા તમામ સવાલોના ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપે છે. થોડા સમય પહેલાં ઐશ્વર્યાને સલમાન ખાનને રિયો ઓલિમ્પિક માટે ગુડવિલ એમ્બેસેડર બનાવવા અંગે તેનો મત પૂછવામાં આવ્યો હતો. ઐશ્વર્યાએ સલમાનનું નામ ન લેતાં ગુડવિલ એમ્બેસેડર બનાવવાની વાતનું સમર્થન કર્યું હતું. ઐશ્વર્યા પાસેથી એ આશા ન હતી, પરંતુ તે પોતાના જૂના મિત્ર સલમાન ખાનનું સમર્થન કરવામાં પણ પાછળ ન રહી.

ઐશ્વર્યા કહે છે કે કોઇ પણ વ્યક્તિ જે આપણા દેશ માટે સારું કરી રહી છે અથવા તો કામ કરી રહી છે તે આપણા માટે ગર્વની વાત છે. આપણે બધાં જ આ દેશનો એક ભાગ છીએ, પછી તે રમતગમત હોય, કળા કે પછી સંગીત. આપણે કોઇક વસ્તુનો ભાગ છીએ તે સૌથી સારી બાબત છે. તેને સમજવાની જરૂર છે. દેશ માટે કંઇક કરવું ખરેખર ગર્વની બાબત છે. મને પણ મારા દેશ માટે કંઇક કરવામાં આનંદ મળે છે. પોતાની ફિલ્મી કારકિર્દી અંગે વાત કરતાં ઐશ્વર્યા કહે છે કે આટલાં વર્ષથી અહીં રહીને હું કંઇક ને કંઇક નવું શીખી રહી છું. •

You might also like