ઐશ્વર્યા રાય-અનુષ્કા શર્મા મિત્ર બની ગયાં

બોલિવૂડમાં બે સમકાલીન અભિનેત્રીઓ વચ્ચે દોસ્તી દુર્લભ માનવામાં આવે છે. ખાસ કરીને જે અભિનેત્રીઓ એક જ ફિલ્મમાં કામ કરતી હોય તેમની વચ્ચે મિત્રતા થતી નથી, પરંતુ ‘એ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં કામ કરતી ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા વચ્ચે સારી એવી મિત્રતા થઇ ગઇ. શૂટિંગ શરૂ થયા બાદ ફિલ્મમાં કામ કરી રહેલા કેટલાક લોકોએ વિચાર્યું હતું કે આ બંને વચ્ચે ૧૦૦ ટકા કોઇ પ્રોબ્લેમ થશે. સમગ્ર યુનિટ આ બંને અભિનેત્રીઓને ખુશ રાખવાની સતત કોશિશ કરતું હતું, પરંતુ જ્યારે બંને હીરોઇનો દરેક સીન વખતે સાથે બેસીને ખૂબ જ વાતો કરવા લાગી ત્યારે બધાંને આશ્ચર્ય થયું. આ બંને અભિનેત્રીઓ એવી રીતે સાથે રહેતી, જેમ કે કેટલાંય જૂના મિત્રો હોય.

સૂત્રોનું કહેવું છે કે અનુષ્કા દરેક માહોલમાં સરળતાથી ફિટ થઇ જાય છે અને એ જ તેની સફળતાનું રહસ્ય છે. આ બંને અભિનેત્રીઓએ બહુ ઓછા દિવસો માટે આ ફિલ્મમાં એકસાથે કામ કર્યું, પરંતુ તેમની મિત્રતાને મજબૂત કરવા માટે આટલો સમય કાફી હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંનેએ શૂટિંગ દરમિયાન એકબીજાને ખૂબ સપોર્ટ પણ કર્યો. બંનેએ એકબીજાના લુક્સથી લઇને તમામ બાબતોનાં વખાણ કર્યાં. આ બંનેએ સાથે જેટલા પણ સીન કર્યા તેમાં એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપવામાં પાછળ ન રહ્યાં. અનુષ્કા અને ઐશ્વર્યા વચ્ચે ઉંમરનું અંતર ૧૫ વર્ષ જેટલું છે, છતાં પણ ઐશ્વર્યા કોઇ પણ રીતે અનુષ્કા કરતાં સહેજ પણ ઊતરતી લાગતી નથી. ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં છે. •

You might also like