અૈશ્વર્યા પોતાના ફિલ્મ કેરિયરને લઇને આપ્યું કંઇક આવું નિવેદન 

અૈશ્વર્યા રાય બચ્ચન જાણીતી બ્યૂટિશિયન શહેનાઝ હુસેન પર બની રહેલી બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. બોબી દીદીની ભત્રીજી પૂજા બેદીની અા ફિલ્મની સ્ક્રિપ્ટ જાણીતા સ્ક્રિપ્ટ રાઈટર કમલેશ પાંડેઅે લખી છે. અા પાત્ર માટે પહેલાં પ્રિયંકાના નામ પર વિચારણા ચાલી રહી હતી, પરંતુ અૈશ્વર્યાનું નામ અાખરે ફાઈનલ થયું.

એવું કહેવાય છે કે  સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ અૈશ્વર્યાને અે પાત્ર ખૂબ જ પસંદ પડ્યું. અા ફિલ્મ એક મુસ્લિમ રૂઢિવાદી પરિવારમાંથી અાવતી અેક એવી યુવતીની વાત છે, જે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં અાવીને એક સક્સેસફૂલ બિઝનેસ વુમન બનવાની ઇચ્છા રાખે છે.

અૈશ્વર્યાને તેની ક્લાસિકલ સુંદરતા માટે અોળખવામાં અાવે છે. તેનાં ઉર્દૂ ઉચ્ચારણ પણ સારાં છે, તેનો એક નમૂનો ‘અય દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં જોવા મળ્યો છે, તેને જોતાં તે શહેનાઝના પાત્ર માટે સંપૂર્ણ રીતે પરફેક્ટ છે.

અાજકાલ અૈશ્વર્યા રાકેશ અોમપ્રકાશ મહેરાની અતુલ માંજરેકર નિર્દેશિત ફિલ્મ ‘ફન્નેખાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની અોપોઝિટ રાજકુમાર રાવ છે. અા ફિલ્મમાં અૈશ્વર્યા અત્યંત ગ્લેમરસ રૂપમાં જોવા મળશે.

ફિલ્મમાં તે ગાયિકા બની છે. પોતાના લુક પ્રત્યે તે ખૂબ જ સજાગ છે. તેના લુક માટે મનીષ મલ્હોત્રાઅે ગ્લેમરસ ડ્રેસ ડિઝાઈન કર્યા છે. અૈશ્વર્યા અાજકાલ એટલી જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે જેટલી ૨૦ વર્ષ પહેલાં હતી.

૧૯૯૪માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર અૈશ્વર્યાની નશીલી અાંખો અને બેપનાહ  સુંદરતાનાં વખાણ થાય તેટલાં અોછાં છે. અૈશ્વર્યા પણ અા વાત જાણે છે. તેની પાસે હવે માત્ર બે-ચાર વર્ષ બચ્યાં છે અને તેનો તે ભરપૂર ફાયદો ઉઠાવવા ઇચ્છે છે.•

You might also like