બોક્સ ઓફિસ પર ટકરાશે અમિતાભ-ઐશ્વર્યા

વર્ષ 2016માં એવી ઘણી મોટી ફિલ્મો છે કે જે એક જ દિવસે રિલીઝ થવાની છે. હાલમાં જ “નીરજા” અને “તેરે બીન લાદેન” એક સાથે જ રિલીઝ થઇ હતી. જ્યારે ઇદ પર સલમાનની “સુલતાન” અને શાહરૂખ ખાનની “રઇઝ” ફિલ્મ એક સાથે રિલીઝ થવાની છે. ત્યારે આ સિરિઝમાં અમિતાભ બચ્ચન અને તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાયનું નામ પણ જોડાઇ ગયું છે. અમિતાભ બચ્ચનની “તીન” અને ઐશ્વર્યા રાયની “સરબજીત” બોક્સ ઓફિસ પર એક જ દિવસે ટકરાશે. અહેવાલોનું માનીએ તો બંને ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થવાની છે અને ખરેખર જો આ વાત સાચી સાબીત થશે તો પહેલી વખત અમિતાભ અને ઐશ્વર્યા સામ સામે ટકરાશે “સરબજીત” ફિલ્મમાં ઐશ્વર્યા, રણદીપ હુડ્ડા અને રીચા ચઢ્ઢા છે. જ્યારે “તીન” ફિલ્મમાં અમિતાભ સાથે નવાઝદ્દીન સિદ્દીકી અને વિધ્યા બાલન જોવા મળશે.

You might also like