રિપબ્લિક ડે માટે ઐશ્વર્યાને ખાસ નિમંત્રણ

મુંબઇ: બોલિવૂડ બ્યુટી ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં તો સરબજીત ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ પ્રજાસત્તાક દિન નિમિત્તે મળેલા નિમંત્રણને કારણે તે શૂટિંગથી પોતાને દૂર રાખશે. આ ખાસ અવસરે ઐશ્વર્યાને ખાસ નિમંત્રણ મળ્યું છે.

મળેલી જાણકારી અનુસાર ભારતના ફ્રાન્સીસી રાજદૂત ફ્રાન્સવા રિચિયર તરફથી ઐશ્વર્યા રાયને એક આમંત્રણ મળ્યું છે. ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ સાથે લંચ પર મુલાકાત માટે ઐશ્વર્યાને આ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઐશ્વર્યા રિપબ્લિક ડે પર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિત્વ કરશે. જે ખરેખર ખુબ જ ગૌરવની વાત છે.

નોંધનીય છે કે, ઐશ્વર્યા રાય પાછલા 14 વર્ષોથી ફ્રાન્સમાં યોજાતા કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે. આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રેડ કાર્પેટ પર ચાર ચાંદ લગાવી દે છે.

You might also like