કેલેન્ડર ગર્લનું બોલિવૂડમાં ડેબ્યૂ

કિંગફિશરની કેલેન્ડર ગર્લ રહી ચૂકેલી લોકપ્રિય મોડલ આયશા શર્મા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે ફિલ્મકાર વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’માં કામ કરવા જઇ રહી છે, તેમાં અક્ષયકુમારની સાથે સોનાક્ષી સિંહાની જોડી છે. સોનાક્ષી અક્ષયની પત્નીની ભૂમિકા ભજવે છે જ્યારે આયશા શર્મા તેની પ્રેમિકાની ભૂમિકા ભજવશે. આયશા બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માની બહેન છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે અને ફિલ્મ આગામી વર્ષે પ્રદર્શિત થશે. ફિલ્મનું શૂટિંગ લંડન, પંજાબ અને મુંબઇમાં થશે.

અગાઉ ન્યૂઝ આવ્યા હતા કે આયશા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘જુડવા-૨’માં વરુણ ધવન સાથે ડેબ્યૂ કરશે, જેનું નિર્દેશન ડેવિડ ધવન કરવાના છે, જોકે આ માત્ર જાહેરાત થઇને જ રહી ગઇ. આ ફિલ્મ પર હજુ કોઇ કામ શરૂ થયું નથી. હાલમાં આયશાને વિપુલે પોતાની ફિલ્મનો પ્રસ્તાવ આપ્યો અને તેણે સ્વીકાર કરી લીધો. આયશા મોડલિંગ જગતમાં ખૂબ લોકપ્રિય છે. આ હોટ મોડલની અક્ષય સાથે જોડી એકદમ હટકે હશે, કેમ કે સોનાક્ષી તો અગાઉ પણ અક્ષય સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ પહેલાં અક્ષય ઘણી અભિનેત્રીઓની બોલિવૂડ કારકિર્દીને આગળ ધપાવવામાં મદદ કરી ચૂક્યો છે. ‘બેબી’માં તાપસી પન્નુ અને એન્ટરટેઇનમેન્ટમાં તમન્ના ભાટિયા જાણીતાં નામ છે. હવે આયશા પણ તેમાં સામેલ થશે. •

You might also like