ઐશ્વર્યા બની મુસ્લિમ..

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના સો કોઇ દિવાના છે. માતા બન્યા પછી એક લાંબા બ્રેક બાદ ઐશ્વર્યાએ જબ્બા ફિલ્મ દ્વારા કમબેક કર્યું હતું. જેમાં દર્શકોએ તેના અભિનયની ખૂબ જ પ્રસંશા કરી હતી. ત્યારે બોલીવુડની આ વિશ્વ સુંદરી કરણ જોહરની આગામી ફિલ્મમાં જોવા મળશે. કરણ જોહર “એ દિલ હે મુશ્કિલ..” ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં છે. કરણ જોહરે થોડા દિવસ પહેલા જ એ ખુલાસા કર્યો છે તે તેની આગામી ફિલ્મમાં ઐશ્વર્યા રાયને લઇ કરી રહ્યો છે. જેમાં ઐશ્વર્યા રાય એક મુસ્લિમ મહિલાનું કિરદાર નીભાવતી જોવા મળશે. આ ફિલ્મમા તેના કિરદારનું નામ છે સબા તલિયારખાન. આ સાથે આ ફિલ્મમાં રણવીર કપૂર અને અનુષ્કા શર્મા પણ જોવા મળશે.

You might also like