Categories: Business Trending

JIOને ટક્કર આપવા એરટેલ હવે વોડાફોન સાથે હાથ મિલાવશે

(એજન્સી)બાર્સેલોના: ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે એરટેલ હવે વોડાફોન-આઇડિયા સાથે જોઇન્ટ વેન્ચર કરવા જઇ રહ્યું છે. ભારતી એરટેલે વોડાફોન-આઇડિયા સાથે ચાલી રહેલ સંયુક્ત માલિકીની ટાવર કંપની ઇન્ડસ ટાવરની જેમ જ તેની સાથે ફાઇબર બિઝનેસમાં જોઇન્ટ વેન્ચર બનાવવા વાતચીત કરી રહી છે.

એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે જણાવ્યું છે કે વોડાફોન-આઇડિયાએ તેમના પ્રસ્તાવને સારો પ્રતિસાદ આપ્યો છે. સુનીલ મિત્તલે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન એક વાતચીતમાં જણાવ્યું કે અમે વોડાફોન-આઇડિયાને આમંત્રણ આપી દીધું છે.

ટાવર બિઝનેસમાં આવું કર્યું હતું કે જ્યારે અમે ઇન્ડસ ટાવર ચાલુ કરી હતી. અમે આ જ પેટર્ન પર વોડાફોન-આઇડિયાને ફાઇબર કંપનીમાં જોઇન્ટ વેન્ચર સાથે સામેલ થવા આમંત્રણ આપ્યું છે. આ બે સભ્યનું જોઇન્ટ વેન્ચર હશે. હવે અમે અમારી ફાઇબર કંપની શરૂ કરી રહ્યા છીએ. જો વોડાફોન-આઇડિયા ફાઇબર એસેટ્સમાં સામેલ થશે તો તેને સપ્રમાણ ભાગીદારી મળશે.

ભારતી એરટેલ ૨.૪૬ લાખ કિમીની પોતાની ફાઇબર એસેટ્સ માટે ટેલિસોનિક નેટવર્ક્સ લિ. નામથી એક કંપની શરૂ કરી રહી છે. રેવન્યૂ પર દબાણ અને ખોટનો સામનો કરી રહેલ નવી ટેલિકોમ માર્કેટ લીડર વોડાફોન-આઇડિયાએ તાજેતરમાં જ પોતાના ફાઇબર એસેટ બિઝનેસને સંપૂર્ણપણે પોતાની માલિકીના યુનિટમાં બદલી નાખી છે.

કંપનીએ આ પગલું રોકડ કટોકટીનો સામનો કરવાના હેતુથી પોતાની ફાઇબર એસેટને મોનેટાઇઝ કરવા ઉઠાવ્યું છે. મિત્તલે જણાવ્યું હતું કે તેમની અને અમારી બંને પાસે ઘણી ફાઇબર એસેટ્સ છે. જો અમે બંને આ ફાઇબર એસેટ્સને એકબીજામાં સામેલ કરી દઇએ તો અમારા બંનેની કેપિ‌િસટી ૨૫ ટકા વધશે અને તેમાં નવા રૂટ્સ સામેલ કરી શકાશે

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago