એરટેલ માત્ર 29 રૂપિયામાં આપશે મહિના માટે ઇન્ટરનેટ

નવી દિલ્હી: રિલાયન્સ જિયોના ટ્રાયલ ફેઝમાં આવતાં જ ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ખળભળાટ શરૂ થઇ ગયો હતો. કંપની દ્વારા ટેરિફ પ્લાન લોન્ચ કર્યા બાદ આ ખળભળાટ વધી ગયો છે. રિલાયન્સ જિયોનું નામ અને તેની માંગ દરેકના મનમાં છે, આખરે કોણ પોતાના મોબાઇલ અને ઇન્ટરનેટ બિલ્સ પર લગામ કસ્યા વિના કાપ મુકવા માંગતું નથી.

રિલાયન્સ જિયો સસ્તા અને ધમાકેદાર ઇન્ટરનેટ પ્લાનને કાઉન્ટર કરવા એરટેલે પોતાનો દાવ ચાલ્યો છે. એરટેલે તે ગ્રાહકો માટે સ્પેશિયલ ડેટા પેક લોન્ચ કર્યો છે જે ઓછું ઇન્ટરનેટ વાપરે છે.

આ પ્લાન હેઠળ યૂજર્સને 29 રૂપિયામાં 75 એમબી ડેટા મળશે. જેની માન્યતા 30 દિવસની હશે. આ પ્લાન 2g, 3g, 4g, બધા માટે માન્ય છે. એટલે કે 1 રૂપિયાના પ્રતિ દરે ચાર્જ ચુકવવો પડશે.

એરટેલના આ પગલા બાદ થઇ શકે છે કે કંપની પોતાના યૂજર્સને આકર્ષી શકે. જોકે રિલાયન્સ જિયોના 31 ડિસેમ્બર સુધી મફત સેવાઓનો લાભ દરેક જણ ઉઠાવવા માંગે છે.

તમને જણાવી દઇએ કે આ પહેલાં બીએસએનએલે પણ એક ઓફર લોન્ચ કરી છે જેમાં બ્રોડબેંડ યૂજર્સને 249 રૂપિયામાં 300 જીબી ડેટા આપવામાં આવશે. તેનો મતલબ છે કે એક રૂપિયામાં 1 જીબીથી વધુ. જોવાનું એ રહ્યું કે આગામી સમય જ બતાવશે કે કોણ હિટ અને કોણ ફ્લોપ.

You might also like