JioPhone ને ટક્કર આપવા માટે Airtel લાવી શકે છે 2500 રૂપિયાનો સ્માર્ટફોન

રિલાયન્સ જિયોના સસ્તા 4G ફોન લોન્ચ થયા બાદ એવી માહિતી મળી રહી હતી કે બીજી કંપનીઓ પણ એવા ફોન લોન્ચ કરી શકે છે.
કારણ કે જિયોથી સૌથી વધારે નુકસાન એરટેલને થયું છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે એરટેલ જલ્દી સસ્તા 4G ફોનની જાહેરાત કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર ભારતી ટેલિકોમ દિવાળી પર 2500 રૂપિયાના 4G સ્માર્ટઉફોનની સાથે બંડલ ઓફર્સ લોન્ચ કરી શકે છે. એના માટે
કંપની હેંડસેટ નિર્માતાઓ સાથે વાતચીત પણ કરી રહી છે.

રિલાયન્સ જિયોએ 0 રૂપિયાની કિંમત સાથે Jiophone ની જાહેરાત કરી હતી. જો કે એને ખરીદવા માટે સિક્યોરિટી તરીકે 1500 રૂપિયા આપવા પડશે. એટલે કે એરટેલ 2500 રૂપિયામાં સ્માર્ટ ફોન લોન્ચ કરશે. તો એવું શક્ય છે કે એ જિયોફોન પર ભારે પડે. કારણ કે
Jiophone ફીચર ફોન હશે જ્યારે એરટેલ સ્માર્ટફોન હશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર એરટેલ 2500 રૂપિયાનો સ્માર્ટફોન લાવશે જેમાં ફીચર ફોનની સરખામણીએ મોટી સ્ક્રીન, સારો કેમેરો અને પરફોર્મેસ હશે. એ ઉપરાંત યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા એમાં એપ ઇન્સ્ટોલ કરી શકો છો.

જો કે આ બાબતે એરટેલ પ્રવક્તાએ કંઇ પણ કહેવા માટેસ્પષ્ટ ના પાડી દીધી છે.

You might also like