Airtelની નવી ઑફર, જીતી શકાશે 2,00,00,000 રૂપિયા

જિયોને ટક્કર આપવા માટે એરટેલ કોઇને કોઇ નવી ઑફર લોન્ચ કરતું રહે છે. હવે જિયો ગેમને ટક્કર આપવા માટે કંપનીએ નવી ગેમ લોન્ચ કરી છે, જેમાં યૂઝરને 2 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતી શકે છે. કંપનીએ Airtel TV Free Hit ગેમ લોન્ચ કરી છે, જે એક એપ બેસ્ડ ગેમ છે. આ ગેમને યૂઝર એન્ડ્રોઇડ મોબાઇલ પર એરટેલ ટીવીમાં રમી શકે છે, આ ગેમમાં યૂઝરને IPLની મેચથી જોડાયેલા કેટલાક સવાલોના જવાબો આપવાને રહેશે, તમામ સવાલોના જવાબા આપનારા યૂઝરને ઇનામ મળશે.

Airtel TV Free Hit ગેમને મેચથી પહેલા રમી શકાશે, આ સાથે જ ગેમનું લાઇવ વર્ઝન છે, જેને યૂઝર મેચ ટેલિકાસ્ટ દરમિયાન રમી શકશે. આ ગેમ રમવા માટે યૂઝરને એરટેલ ટીવી એપને અપડેટ કરવાની રહેશે અને ગેમ રમવા માટે રજિસ્ટર પણ કરાવવાનું રહેશે, જે પછી દરરોજ મેચ શરૂ થયા પહેલા યૂઝર આ ગેમ રમી શકશે.

ઉલ્લેખનીય છે કે, એપ ઑપન કરતાની સાથે એન્કર પાર્ટિસિપેન્ટ્સને મેચથી જોડાયેલા 11 સવાલ પૂછશે, એટલે કે જો સવાલનો જવાબ નથી આપી શકતો, તો પાર્ટિસિપેન્ટ્સ લાઇફની મદદ લઇ શકો છો. લાઇફ મેચ દરમિયાન પણ એક્ટિવ રહેશે અને પાર્ટિસિપેન્ટ્સને મદદ મળશે. એરટેલ ગેમના વિનરનું નામ નોટિફિકેશનની મદદથી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

જોકે આ ગેમ માત્ર IPL ટૂર્નામેન્ટ સુધી ચાલશે, જેમાં પાર્ટિસિપેન્ટ્સ દરરોજ રોકડ ઇનામ જીતી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ગેમ જિયોને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. વાસ્તવમાં IPLને ધ્યાનમાં રાખીને ‘જિયો પ્લે અલોન્ગ’ ગેમ લોન્ચ કરવામાં આવી હતી, આ સાથે જ એરટેલ લોકોની વચ્ચે પોતાની મોબાઇલ એપને ચર્ચિત બનાવવા માંગે છે અને તે માટે કંપનીએ આ ઑફર લોન્ચ કરી છે.

Juhi Parikh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

17 hours ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

17 hours ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

17 hours ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

17 hours ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

17 hours ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

17 hours ago