એરટેલે 67 ટકા સુધી ઘટાડ્યા ડેટા ચાર્જીસ

નવી દિલ્હી: ભારતીય ટેલીકોમ કંપની એરટેલે પોતાના પ્રીપેદ કસ્ટમર્સ માટે ડેટા ટેરિફના ભાવમાં 67 ટકાના કાપની જાહેરાત કરી છે. ભારતમાં સામાન્ય યૂજર્સ માટે હવે રિલાયન્સ જિયો પોતાના બંડલ ઓફરની સાથે આવવા માટે તૈયાર છે. એવામાં બીજી ટેલિકોમ કંપનીઓ પર ડેટા રેટ ઓછા કરવાનું દબાણ છે. તાજેતરમાં જ આઇડિયાએ પણ પોતાના ડેટા રેટમાં કાપ કર્યો છે.

નવા ડેટા કિંમતો લાગૂ થયા બાદ હવે 455 રૂપિયા મંથલી 2GB 4G/3G ડેટા પેકમાં હવે 3GB ડેટા મળશે. આ ઉપરાંત 655 રૂપિયાવાળા ડેટા પેકમાં 3GB 4G/3G ડેટાના બદલે 5GB ડેટા મળશે.

1 દિવસની વેલિડિટીવાળા 5 રૂપિયાના 2G ડેટા પેકમાં 48 ટકા ડેટાનો વધારો થયો છે. સાથે જ 25 રૂપિયાવાળા 2G ડેટા પેકમાં હવે 100MBના બદલે પ્રીપેડ યૂજર્સને 145MB ડેટા મળશે.

કંપનીના અનુસાર મંથલી પેક્સ અને નાના ડેટા પેક્સમાં વધુ ડેટાના લીધે નવા અને જૂના બંને ગ્રાહકોને ઘણો ફાયદો મળશે. તેના માધ્યમથી દેશભરમાં મોબાઇલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ વધશે.

You might also like