એરપોર્ટ પર ડોગ સાથે CISFના કમાન્ડોનું સતત પેટ્રોલિંગ

અમદાવાદ: ગુજરાત દરિયાઈ માર્ગે દ્વારકામાં આતંકીઓ ઘૂસવાના અને આતંકીઓ છુપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે, જેના પગલે ગુજરાતમાં ફરી હાઈ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં પણ એલર્ટના પગલે સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપાઈ છે. ખાસ કરીને મોટાં શહેરોનાં એરપોર્ટ પર એલર્ટ અપાયું છે. ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન પર પણ ચેકિંગના આદેશ અપાયા છે.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ ચેકિંગ અને સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. સીઆઇએસએફના કમાન્ડો દ્વારા સતત ચેકિંગ કરાય છે. વધારાના કમાન્ડો એરપોર્ટ પર ગોઠવવામાં આવ્યા છે. દરેક પ્રવાસીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.આંતકી ઘુસ્યા હોવાના અહેવાલને પગલે અપાયેલા હાઈ એલર્ટ દરમ્યાન પણ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

દ્વારકા અને બેટ દ્વારકા મંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.મંદિરમાં 60 જેટલા એસઆરપીના જવાન,બે ક્વિક રિસ્પોન્સ ટીમ,એલએમવી તહેનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સી દ્વારા અપાયેલા એલર્ટ બાદ દ્વારકા પોલીસ અને મરિન પોલીસ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દ્વારકામાં આતંકવાદીઓ ઘૂસી ગયાની સુરક્ષા એજન્સીઓની બાતમીને પગલે મંદિરને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.દ્વારકામાં આતંકવાદીઓ ઘૂસ્યાની અથવા ઘૂસવાની ફિરાકમાં હોવાની બાતમીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. દ્વારકાનાં જગત મંદિરની જેમ સોમનાથ મંદિર પર આતંકીઓનાં નિશાન પર હોવાથી ગાર્ડ હાઇ એલર્ટની સ્થિતિમાં આવી ગયા છે.

હાઈ એલર્ટના પગલે દ્વારકામાં સતત પેટ્રોલિંગ અને તાપસ કરવામાં આવી રહી છે.તમામ હોટેલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આતંકીઓએ હુમલા માટે જે દરિયાઇ કિનારાનો ઉપયોગ કર્યો હતો. તે સિવાય અન્ય બીજી જગ્યાઓનો ઉપયોગ આતંકીઓ દ્વારા કરવામાં આવી શકે છે. જેના આધારે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.સેન્ટ્રલ એજન્સી પાસેથી મળેલા ઇનપુટના આધારે ગુજરાતમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજ્યનાં મોટાં મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.ઉપરાંત સમગ્ર દરિયાઈ કાંઠા વિસ્તારો જેવા કે સુરત, વલસાડ, દ્વારકા, જામનગર, ભાવનગર, કચ્છમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 50થી વધુ મરિન કમાન્ડો પણ તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયામાં નેવી, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. એલર્ટને લઇ પોલીસ સુરક્ષામાં કોઈ કચાશ રાખવા માંગતી નથી

You might also like