એરલાઇન્સને બોર્ડિંગ માટે મનાઇ કરવા પર રૂ.ર૦,૦૦૦ સુધીનો દંડ

નવી દિલ્હી: ફ્લાઇટ લેટ થશે કે કેન્સલ થશે તો હવે એરલાઇન્સે વધારે વળતર આપવું પડશે. એરલાઇન્સ પર પેસેન્જરને બોર્ડિગ કરવાની ના પાડવા પર ઘણું મોંઘુ પડશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનની ગાઇડલાઇન્સ આ વર્ષની 1 ઓગસ્ટ સુધી લાગુ પડશે.

હવેથી પેસેન્જરને બોર્ડિગ આપવા પર ના પાડશે તો પણ એરલાઇન્સે 20 હજારનો દંડ ચૂકવવો પડશે. જો ફ્લાઇટ બે કલાકથી વધારે લેટ થશે તો 10 હજારનો દંડ એરલાઇન્સે ચૂકવવો પડશે. અત્યારે એરલાઇન્સ આ બંને બાબતે 4 હજાર જ રૂપિયા આપે છે. નવા દંડના નિયમો દરેક સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરીને જ બનાવવામાં આવ્યા છે.

1 ઓગસ્ટથી લાગૂ થનારી નવી એરલાઇન્સ હેઠળ જો કોઇ એરલાઇન્સનું વિમાન બ્લોક આવરથી કલાકો સુધી લેટ પડે છે તો એરલાઇન્સ પેસેન્જરને 5 હજાર રૂપિયા અથવા એક તરફનું બેઝિક ભાડું ફ્યૂલ ચાર્જ સાથે આપશે. એક કલાકથી બે કલાકની વચ્ચે ફ્લાઇટ લેટ થાય છે તો વળતર રૂપે 7500 રૂપિયા મળશે.

તો બીજી બાજુ ફ્લાઇટ બે કલાકથી વધારે લેટ થશે તો એરલાઇન્સ 10 હજાર રૂપિયા ચૂકવશે. નવા નિયમોથી પેસેન્જર એસોસિએશન ઓફ ઇન્ડિયાને આપત્તિ છે.

You might also like