એરલાઇન્સને બોર્ડિંગ માટે મનાઇ કરવા પર રૂ.ર૦,૦૦૦ સુધીનો દંડ

728_90

નવી ‌દિલ્હી: નિર્ધારિત એકથી વધુ બુકિંગ કરવા પર અને ત્યાર બાદ વિમાનમાં બોર્ડિંગ માટે મનાઇ કરવા પર હવે એરલાઇન્સને રૂ.ર૦,૦૦૦ સુધીનો દંડ આપવો પડશે. અગાઉ આ મર્યાદા રૂ.૪,૦૦૦ સુધીની હતી. જોકે ફલાઇટમાં વિલંબ થવા માટે કોઇ પણ પ્રકારની જોગવાઇ કરવામાં આવી નથી. ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા સિવિલ એવિએશન રિકવાયર્મેન્ટસ (સીએઆર)માં ફેરફાર કરવામાં આવ્યા છે જેનો અમલ ૧ ઓગસ્ટથી શરૂ થઇ જશે.

આ નિયમો અનુસાર જો એરલાઇન્સ પ્રવાસીને વિમાનમાં બોર્ડિંગ માટે ઇનકાર કર્યા બાદ એક કલાકની અંદર બીજી ફલાઇટમાં પ્રવાસીને બેઠક ઉપલબ્ધ કરાવશે તો તેને કોઇ દંડ ચૂકવવો પડશે નહીં. જો નિર્ધારિત સમયથી એક કલાક બાદ, પરંતુ ર૪  કલાક પહેલાં કોઇ ફલાઇટમાં તે સીટ ઉપલબ્ધ કરાવશે તો મૂળ ભાડું અને ફયુઅલ સરચાર્જનો ર૦૦ ટકા દંડ ચૂકવવો પડશે. જોકે આ રકમ મહત્તમ રૂ.૧૦,૦૦૦ હશે. જો વૈકલ્પિક ફલાઇટમાં ર૪ કલાક પછી સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે તો દંડની રકમ મૂળ ભાડું અને ફયુઅલ સરચાર્જના ૪૦૦ ટકા હશે અને આ દંડની મહત્તમ રકમ રૂ.ર૦,૦૦૦થી વધુ નહીં હોય.

ફલાઇટ રદ થવાના બે અઠવાડિયા પહેલાં પ્રવાસીને જાણ કરવી પડશે. સાથે જ પ્રવાસીની ઇચ્છા અનુસાર કાં તો રિફંડ આપવું પડશે અથવા તો બીજી ફલાઇટમાં બુકિંગ આપવું પડશે. જો એરલાઇન્સ બે અઠવાડિયાં પહેલાં જાણ નહીં કરે અને ર૪ કલાક પહેલાં જાણ કરશે તો ફલાઇટના નિર્ધારિત સમયથી બે કલાકની અંદર ઉડાન ભરનારી ફલાઇટમાં સીટ આપવી પડશે.

You might also like
728_90