‘કામસૂત્ર’ હશે એરલાઈન્સનું નામ, ભારતીયોને મનાવવાના પ્રયત્નો

નવી દિલ્હી: પ્રાચીન ભારતીય ગ્રંથ કામસૂત્ર આજે પણ દુનિયામાં પોતાનું ખાસ મહત્વ ધરાવે છે. વિદેશી પ્રવાસીઓના મગજમાં ભારતની તસવીર બને છે તેમાં ‘કામસૂત્ર’ પણ એક છે. સિંગાપુર એરલાઈન્સની યૂનિટ ‘સ્કૂટ’એ ભારત સાથે જોડાવવા માટે હવે આ નામનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે. એરલાઈન્સ પોતાના 12મા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું નામ ‘કામાસ્કૂત્રા’ રાખવાનો નિર્ણય કર્યો છે. એરલાઇન્સ આ વિમાનનો ઉપયોગ ભારતેય રૂટ્સ પર કરશે. આ નામ કામસૂત્ર અને સ્કૂટને ભેગું કરીને બનાવવામાં આવ્યું છે.

સ્કૂટ ઇન્ડીયાના મુખિયા ભારત મહાદેવને જણાવ્યું હતું કે ‘અમે એવું નામ ઇચ્છીએ છીએ જેનો ભારત સાથે નજીકનો સંબંધ હોય, જે થોડું સરળ અને નટખટ હોય. પહેલાં અમે રજનીકાંતના નિકનેમ તલૈવા અથવા સચિન તેંડુલકર સંબંધિત કંઇક રાખવાનું વિચાર્યું.

એરલાઈન્સની સિંગાપુર-જયપુરની પહેલી ઉડાણમાં ‘કામાસ્કૂત્રા’ વિમાનનો ઉપયોગ કરવામાં આવશે જે 2 ઓક્ટોબરથી શરૂ થશે. સ્કૂટને આ વર્ષે મે મહિનામાં ચેન્નઇ અને અમૃતસરથી ઓપરેશન્સ શરૂ કર્યું હતું.

You might also like