અક્ષયની ‘એરલિફ્ટ’ની પહેલા દિવસની કમાણી 12 કરોડ

બોલિવૂડના ખેલાડી અક્ષયકુમાર અને નિમરત કૌરની ફિલ્મ ‘એરલિફ્ટ’એ પહેલાં જ દિવસે 12.35 કરોડની કમાણી કરી છે. ફિલ્મના સમીક્ષક તરણ આદર્શને અનુસાર માઉથ પબ્લિસીટીને કારણે ‘એરલિફ્ટ’ની કમાણી ડબલ થઇ ગઇ છે.

ખાડી દેશોમાં યુદ્ધના સમયે કુવૈતમાં ફસાયેલા 1.70 લાખ ભારતીયોને સુરક્ષિત રીતે વતનમાં પાછા લાવવાની ઘટનાથી પ્રેરિત આ ફિલ્મનું નિર્દેશન રાજા કૃષ્ણ મેનને કર્યું છે. ‘લંચબોક્સ’ સાથે ચર્ચામાં આવેલી નિમરત કૌર આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે લીડ રોલમાં છે.

નોંધનીય છે કે ભારત-પાકિસ્તાન પર અનેક ફિલ્મો બની છે પરંતુ આ ફિલ્મ દ્વારા યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની વાત પહેલી વખત મોટા પડદા પર દેખાડવામાં આવી છે. માત્ર એક જ ભારતીય પોતાની હિંમત અને સુઝબુઝને કારણે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના મિશનમાં સફળ થાય છે તે દર્શાવવામાં આવ્યું છે.

You might also like