ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપનાર પૂજા ઠાકુરને નહીં મળે પરમેનેન્ટ કમીશન

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપનાર વિંગ કમાન્ડર પૂજા ઠાકુરને એરફોર્સમાં પરમેનેન્ટ કમીશન આપવા અંગે ના પાડવામાં આવી છે. ત્યારે આ મામલે પૂજા ઠાકુર કોર્ટમાં પહોંચી છે. પરમેનેન્ટ કમીશન એટલે રિટાયરમેન્ટ સુધી સેવા આપવી તે.

પૂજા ઠાકુરે કોર્ટમાં એરફોર્સના આ વલણને ભેદભાવપૂર્ણ અને પક્ષપાતપૂર્ણ ગણાવ્યું છે. પીએમ મોદીએ સશસ્ત્ર સેના બળમાં મહિલાઓને સશક્ત કરવાની વાત કરી હતી. તો બીજી તરફ રક્ષામંત્રીએ આર્મીમાં મહિલાઓને મોટી ભૂમિકા આપવાનું જણાવ્યું હતું. ત્યારે વાયુસેનાનું આ પગલું મહિલાઓ વિરૂદ્ધ ગણવામાં આવી રહ્યું છે.

ભારતીય વાયુસેના વિંગની કમાન્ડર પૂજા ઠાકુરે રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાગત સમારોહમાં ગાર્ડ ઓફ ઓનર આપીને ઇતિહાસ સર્જ્યો હતો. તે રાષ્ટ્રપતિ ભવનમાં કોઇ રાજકિય મહેમાનને ગાર્ડ ઓફ ઓનર કરનારી પહેલી મહિલા અધિકારી હતી.

You might also like