દિલ્હીનાં લોકોએ હવે શ્વાસ પણ ખરીદીને લેવા પડશે

ટોરેન્ટો : આજથી સેંકડો વર્ષો પહેલા દેવાયક પંડીત નામની વ્યક્તિએ અગમવાણી ભાખી હતી કે દિવા લટકશે તાર પર, પાણી પડીકે બંધાઇને વેચાશે, હવાનો પણ થશે વેપાર. આ બાબત હવે સાચી લાગી રહી છે. કેનેડાની એક કંપની દિલ્હીમાં સ્વચ્છ હવાની બોટલો 12.50નાં ભાવે વેચવાની યોજના બનાવી રહી છે. આ કંપની દિલ્હીનાં લોકોને હવે સ્વચ્છ હવા બોટલમાં ભરીને વેચશે. જેથી લોકોએ હવે શુદ્ધ હવામાં શ્વાસ લેવા માટે પણ નાણા ખર્ચવા પડશે. આ હવા કેનનાં સ્વરૂપે રહેશે. આ કેનમાં કંપ્રેસ્ડ હવા હોય છે જેને માસ્ક પહેરીને લઇ શકાય છે.

વિટૈલિટી એર નામથી ચાલુ કરવામાં આવેલ આ સ્ટાર્ટઅપ ભારતમાં ટુંક જ સમયમાં કૈન્ડ નેચરલ એર પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તેની પહેલા આ કંપની 2015માં ચીનનાં બેઇજિંગ તથા અન્ય શહેરોમાં શુદ્ધ હવાનું વેચાણ કરે છે. ત્યારથી અત્યાર સુધીમાં ચીનમાં કૈનિસ્ટર્સની ઓનલાઇન ખરીદી ખુબ વધી ચુકી છે. લૈમને ચીનમાં હવે પોતાની કંપની માટે એક ડિસ્ટ્રિબ્યૂટર પણ મળી ચુક્યો છે. હાલ તે ચીનનાં 7 શહેરોમાં પોતાની સેવાઓ આપી રહ્યું છે. બેઇજિંગ અને શંઘાઇ સહિત લેમ ચીનમાં લગભગ 12000 પ્રોડક્ટ મોકલી ચુક્યા છે.

આ સેવાનાં માટે કંપનીને કેનેડા તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાસ્સી ચર્ચા મળી હતી. કંપનીનાં અનુસાર આગામી સમયમાં તેનાં પ્રોડક્ટની ખાસ્સી ડિમાન્ડ રહેશે. વિટૈલિટી એરનાં સંસ્થાપક મોસિસ લૈમે કહ્યું કે અમે ગત્ત વર્ષે ઉનાળામાં પોતાનાં કામનાં માટે ચર્ચા મળવાની ચાલુ થઇ હતી. કેનેડાનાં કૈલગરીનાં જંગલોમાં આગ લાગ્યા બાદ ચારેબાજુ ધુમાડો ફેલાઇ ગયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તે સમયે અમારી પ્રોડક્ટની માંગ ખાસ્સી વધી ગઇ હતી.

You might also like