એરફોર્સના એર શોમાં 100 ફીટની ઊંચાઇથી પડ્યો જવાન

ગાંધીનગર: ગાંધીનગરમાં આજે એરફોર્સ દ્વારા એર શો યોજાયો છે. આ એર શોમાં વાયુસેનાના ફાયટર જેટ અને હેલિકોપ્ટરોએ ભાગ લીધો હતો. જેમાં MI 17V5 હેલિકોપ્ટરો પોતાના દીલધડક કરતબો દેખાડ્યા હતાં.

તો SU 30 MKI લડાકૂ વિમાનોએ પોતાના કરતબથી આકાશ ગજવ્યું, આ ઉપરાંત આકાશ ગંગા ટીમના પેરાટુપર્સોની છલાંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની. પરંતુ એર શો દરમિયાન એક ઘટના બની ગઇ હતી. પેરાશૂટ લેન્ડિંગ વખતે 2 જવાનો એકબીજા સાથે અથડાઇ ગયા હતાં, જેનાથી એક જવાન આશરે 100 ફીટની ઊંચાઇથી નીચે પડ્યો હતો. જો કે જવાનને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે છે. એ દરમિયાન પીએમ મોદી વાઇબ્રેન્ટ ગુજરાત શિખર સંમેલનમાં 8માં સંસ્કરણનું ઉદઘાટન કરશે.

You might also like