એરપોર્ટના રનવે પર વાંદરાંનું ટોળું ચડી આવ્યુંઃ ફ્લાઈટો મોડી પડી

અમદાવાદ: અમદાવાદના એરપોર્ટ પર અવારનવાર પશુ પક્ષીઓ તેમજ વાંદરાંઓનાં તોફાનને લઇ એરપોર્ટ ઓથોરિટી દોડતી થઇ જાય છે. આજે સવારે એરપોર્ટના રનવે નજીક કેટલાંક વાંદરાંઓનું ટોળું ધસી આવ્યું હતું. રનવે નજીક વાંદરાંઓ દેખાતાં એરપોર્ટ ઓથોરિટી દોડતી થઇ ગઇ હતી. તેમણે વાંદરાંઓને દૂર કર્યાં હતાં. જેને પગલે દસેક મિનિટ ફલાઇટો મોડી પડી હતી.

સૂત્રો પાસેેથી મળતી માહિતી મુજબ આજે સવારે ચારથી પાંચ વાંદરાંઓનું ટોળું એરપોર્ટના રનવે પર ધસી આવ્યું હતું. જેને પગલે એરપોર્ટ ઓથોરિટીના માણસો દોડતા થઇ ગયા હતા. રનવે પર આ રીતે વાંદરાં અને અન્ય પ્રાણીઓ વારંવાર આવી જતાં હોઇ એરપોર્ટ ઓથોરિટીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વાંદરાંનાં ટોળાંને તેમણે ત્યાંથી દૂર કરી રનવે ક્લિયર કરાવ્યો હતો. ઘટનાને પગલે દસેક મિનિટ ફલાઇટો મોડી થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ અંગે એરપોર્ટ ઓથોરિટીનો કોઇ સંપર્ક થઇ શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે વારંવાર આ રીતે એરપોર્ટના રનવે પર વાંદરાં અને અન્ય પ્રાણીઓ આવી જતાં હોય છે. જેના પગલે એરપોર્ટના સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ દોડતા થઇ જાય છે. આવી ઘટનાઓ અવારનવાર બનવા છતાં સુરક્ષામાં કોઇ વધારો કરાતો નથી.
http://sambhaavnews.com/

You might also like