દિવાળીમાં દમ નીકળ્યો! વાયુ પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તરે

નવી દિલ્લી: દિવાળીના ફટાકડાનો ધૂમાળો, ધૂળ અને આંખોમાં બળતરા. આ બધું જ દિલ્લીની હવામાં ઠેરઠેર દેખાઈ રહ્યું છે. ખૂબ જ પ્રદૂષણને કારણે શહેરમાં ધૂમાળાનું ધૂમ્મસ સર્જાવા પામ્યું છે, જેણે સમગ્ર શહેરને ઘેરી લીધું છે. જે લોકોના શ્વાસ અને શરીરમાં પ્રેવેશી રહ્યું છે.
આ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આજે સવારે પ્રદૂષિત તત્ત્વો (PM 2.5 થી PM 10) સુધી પહોંચી ગયું હતું. પૂણેની પ્રદૂષણ રિસર્ચ કંપનીએ આનો અંદેશો પહેલથી જ આપી દીધો હતો.
દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના જણાવ્યા પ્રમાણે પીએમ 2.5નું સુરક્ષિત સ્તર 60 માઇક્રોગ્રામ હોય છે. પરંતુ સવારે બે વાગ્યે દિલ્લીના આનંદ વિહારમાં તે 883 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર અને આરકેપુરમમાં 748 માઇક્રોગ્રામ હતું.
You might also like