વાયુ પ્રદૂષણને કારણે નવજાત બાળકને ખતરો

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નવજાત બાળકોનાં જન્મ સમયે તેમનું વજન ઓછું હોવાનું કારણ તેમના ઘરમાં રહેલું પ્રદૂષણ છે. એક નવી શોધમાં આ વાતની પુષ્ટિ થઇ છે. ડોક્ટરોનું એવું કહેવું છે કે, ઘરમાં ચુલો, લાકડીઓ અને કોલસા સળગતા હોય ત્યારે ઘરમાં વાયુ પ્રદૂષણ ફેલાય છે. તેનાથી શ્વાસને લગતી બિમારીઓ ફેલાય છે જેનો સૌથી મોટો શિકાર મહિલાઓ બને છે.

ગર્ભવતી મહિલાઓ સતત વાયુ પ્રદૂષણમાં રહેતી હોવાને કારણે નવજાત બાળકોમાં માનસિક વિકૃતિ, અસ્થમા અને અનુચિત વૃદ્ધિ સંબંધિત મુશ્કેલીઓ આવે છે.

ડોક્ટરોને અનુસાર કોઇ પણ મહિલા માટે ગર્ભાધાન અને પ્રસવ વચ્ચેનો સમય ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. તેવા સમયમાં મહિલા જો વધારે પડતી વાયુના સંપર્કમાં રહે તો બાળકના મૃત્યુનો ભય પણ રહે છે. જોકે ગેસ ઉપર જમવાનું બનાવતી મહિલાઓનાં બાળકોને પણ ન્યુમોનિયા અને ઓછી રોગ પ્રતિકારક શક્તિનો સામનો કરવો પડે છે.

એમ્સ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓને અનુસાર દર વર્ષે લગભગ 5 લાખ લોકો ઘરના પ્રદૂષણને કારણે જીવ ગુમાવે છે. જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓને સમાવેશ થાય છે.

You might also like