65નાં યુદ્ધનાં હીરો એર માર્શલ અર્જુનસિંહની હાલત નાજુક : મોદીએ લીધી મુલાકાત

નવી દિલ્હી : દેશનાં એકમાત્ર માર્શલ ઓફ એરફોર્સ અર્જુન સિંહ (98 વર્ષ)ની હાલત નાજુક છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર શનિવારે સવારે હાર્ટ એટેક આવવાનાં કારણે તેમને દિલ્હી આર્મી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ તેમની ખબર પુછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. માર્શલ અર્જન સિંહ માત્ર 44 વર્ષની ઉંમરે એરફોર્સ ચીફ બન્યા હતા. 1965નાં યુદ્ધમાં ઉત્તરી એરફોર્સની કમાન તેમનાં હાથમાં હતી. નોંધનીય છે કે, ભારતની ત્રણેય સેનામાં 5 સ્ટાર રેન્ક પ્રાપ્ત કરવાનું ગૌરવ અત્યાર સુધી માત્ર ત્રણ અધિકારીઓને જ મળ્યું છે. જે પૈકી અર્જુનસિંહ એક છે.

air
મોદીએ કહ્યું કે અર્જુન સિંહની હાલત ગંભીર છે, મે તેમને અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અમે તમામ તેની સલામતી અને સ્વાસ્થય માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. ડોક્ટર્સ પોતાનાં તમામ પ્રયાસો કરી રહ્યા છે. ડિફેન્સ મિનિસ્ટર સિતારમણે કહ્યું કે મને આજે જ એરમાર્શલ બિમાર હોવાની માહિતી મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ડોક્ટર્સ સતત સારવાર કરી રહ્યા છે.

Cheaf

દેશમાં અત્યાર સુધી એર માર્શલ અર્જુનસિંહ ફિલ્ડ માર્શલ માનિક શો અને કે.એમ કરિયપ્પાને જ 5 સ્ટાર રેન્ક પ્રાપ્ત છે. તેમને જન્મ 15 એપ્રીલ 1919ના રોજ પાકિસ્તાનનાં ફૈસલાબાદમાં થયો હતો. પદ્મ વિભૂષણ એવોર્ડથી તેમને નવાજમાં આવી ચુક્યા છે. 27 જુલાઇ 2015એ પુર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામનાં નિધન બાદ તેમનાં આર્થિવ શરીર દિલ્હીનાં પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો.

ત્યારે કલામનાં અંતિમ દર્શન માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પોતે પણ આવ્યા હતા. પરંતુ સૌનું ધ્યાન અર્જુનસિંહ પર હતી. તે યોદ્ધાએ વ્હીલચેરમાંથી ઉભા થઇને સલામી આપી હતી. તેમણે પોતે ઉભા થઇ શકે તેવી પરિસ્થિતીમાં ન હોવા છતા તેમને ઉભા થઇને સેલ્યુટ આપી હતી.

You might also like