એર ઈન્ડિયાનાં વિમાનનું ટાયર ફાટ્યુંઃ તમામ યાત્રિક સુરક્ષિત

નવી દિલ્હી: ઉદયપુરથી ઉડાણ ભરનારા એર ઈન્ડિયાના એક વિમાનનું ટાયર ફાટતાં તેનું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લોન્ડિંગ કરાવવું પડ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિમાનમાં બેઠેલા ક્રુ મેમ્બર સહિત તમામ 108 મુસાફર સુરક્ષિત છે. અને આ તમામને વિમાનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યુ હતુકે આ વિમાને (એરબસ 319 ફલાઈટ નંબર એઆઈ-327 ) લગભગ સાંજે 7-20 કલાકે ઉદયપુર એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. ત્યારબાદ તેમાં જોરદાર ધડાકો થયાનો અવાજ સંભળાયો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટનાને ઉદયપુર યુનિટના સીઆઈએસએફના જવાનોએ જોતાં તેમણે તરત જ એરપોર્ટ ઓથોરિટી નિયંત્રકને જાણ કરી હતી.

ત્યારબાદ એક નિરીક્ષણ ટીમને તરત જ રોડ માર્ગેથી રવાના કરવામાં આવી હતી. જેમણે વિમાનના પાઇલટને જાણકારી આપી હતી. તેથી વિમાનના પાઈલટને જાણ થઈ હતી અને આ વિમાનનું દિલ્હીના એરપોર્ટ પર ઈમર્જન્સી લોન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જેના કારણે વિમાનમાં મુસાફરી કરતા તમામ યાત્રિકો અને ચાલક દળને સલામત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

You might also like