અમદાવાદ અને લંડન વચ્ચે મંગળવારથી સીધી ફ્લાઇટ

અમદાવાદ: જેની ઉત્સુકતાપૂર્વક પ્રવાસીઓ અને કારોબારીઓ રાહ જોઈ રહ્યા છે તે અમદાવાદ-લંડન વચ્ચેની સીધી ફ્લાઇટ મંગળવારથી શરૂ થઇ જાય તેવી સંભાવના છે. મંગળવારથી ફ્લાઇટ શરૂ કરવાને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એરઇન્ડિયાની સીધી ફ્લાઇટ શરૂ થયા બાદ લોકોને રાહત થશે. ટ્યુરિઝમ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન સૌરભ પટેલ દ્વારા શહેરના વિમાની મથકથી આને લીલીઝંડી આપવામાં આવશે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ ૪.૩૦ વાગે સવારે અમદાવાદથી ઉંડાણ ભરશે અને ૫.૪૫ વાગે મુંબઈ પહોંચશે. ૭.૦૫ વાગે મુંબઈથી રવાના થશે અને ૧૧.૩૦ વાગે લંડન પહોંચશે. રિટર્ન વેળા પણ ફ્લાઇટ એઆઈ-૧૩૦ ૧.૩૦ વાગ્યાના સ્થાનિક સમયે લંડનથી રવાના થશે અને ૪ વાગે મુંબઈ પહોંચશે.

આગલા દિવસે ૬.૪૫ વાગે અમદાવાદ પહોંચશે. રુટિન માટે એર ઇન્ડિયા દ્વારા બોઇંગ બી-૭૮૭ ડ્રીમ લાઇનરની સેવા લેવામાં આવશે જેમાં એક સાથે ૩૦૦ જેટલા યાત્રીઓ બેસી શકે છે. આ ફ્લાઇટ ખુબ જ મહત્વપૂર્ણ છે. ૧.૫ મિલિયન જેટલા ભારતીયો આનો ઉપયોગ કરી શકે છે.

ગુજરાતી લોકો દ્વારા લાંબા સમયથી અમદાવાદથી લંડન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની માંગ થઇ રહી હતી. ગુજરાતી લોકોની સંખ્યા બ્રિટનમાં ખુબ મોટી છે. ૬૦૦,૦૦૦ લોકો જે ગુજરાતી છે તે બ્રિટનમાં રહે છે અને નોકરી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની યાત્રા દરમિયાન હાલમાં જ લંડન અને અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને હવે આ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. જે લોકોને રાહત આપશે.

You might also like