એર ઇન્ડિયા મહિલાઓ માટે 6 સીટો રિઝર્વ રાખશે

નવી દિલ્હી : સરકારી વિમાન સેવા કંપની એર ઇન્ડિયાએ પોતાની તમામ ડોમેસ્ટીક ઉડ્યનોમાં 6 સીટો મહિલાઓ માટે અનામત રાખવાની જાહેરાત કરી છે. કંપનીનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તમામ ડોમેસ્ટીક ઉડ્યનોમાં મહિલાઓ માટે છ સીટો અનામત રહેશે. જેના કારણે કોઇ પણ આકસ્મિક જરૂરિયાતને ધ્યાને રાખી છેલ્લી ઘડીએ આયોજન કરનાર મહિલાઓને સરળતા રહેશે.

જો કે તેમણે કહ્યું કે આ સુવિધા ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર નહી હોય. ડોમેસ્ટીક ઉડ્યન દરમિયાન 6 સીટ રિઝર્વ રહેશે જેથી તેઓ ઉડ્યન દરમિયાન પણ સુરક્ષીત અનુભુતી કરી શકે. એર ઇન્ડિયા વિશ્વની પહેલી એવી કંપની હશે જેણે મહિલાઓ માટે પ્લેનમાં સિટ રિઝર્વ રાખી હોય. આ અંગે જણાવતા એર ઇન્ડિયાના રેવેન્યુ મેનેજમેન્ટનાં જનરલ મેનેજર મીનાક્ષી મલિક બુધવારે જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત યાત્રા દરમિયાન મહિલાઓને દુર્વ્યવહારનો ભોગ બનવું પડતુ હોય છે. જેના કારણે એર ઇન્ડિયાએ આ પગલું ઉઠાવ્યું છે જેની ખુબ જ સરાહના થઇ રહી છે. નોંધનીય છે કે, એર ઇન્ડિયાને વિશ્વની સૌથી ખરાબ એરલાઇનનું બિરુદ મળી ચુક્યું છે. ત્યારે આ પગલું ડેમેજ કંટ્રોલ માટે કેટલુ સાબિત થશેતે જોવું રહ્યું.

You might also like