Categories: Business Trending

Air India 30 નવેમ્બરથી રેડ આઈ ફ્લાઈટ્સ કરશે શરૂ

નવી દિલ્હી: એર ઇન્ડિયા નવેમ્બરના અંત સુધીમાં ડોમેસ્ટિક ટ્રાવેલ્સ માટે રેડ આઈ ફ્લાઇટ્સ શરૂ કરશે. સામાન્યતઃ રેડ આઇ ફ્લાઇટ્સ મોડી રાતે ઉડાન ભરીને સવારે પહોંચતી હોય છે.

સસ્તા ભાડા પર ચાલતી આ પ્રકારની ફ્લાઇટ્સ અમેરિકા અને યુરોપમાં ઘણી લોકપ્રિય છે. એર ઇન્ડિયાએ સામાન્ય ફ્લાઇટની તુલનામાં તેનાં ભાડાં ઓછાં રાખવાની યોજના બનાવી છે.

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ ૩૦ નવેમ્બરથી દરરોજ દિલ્હી-ગોવા-દિલ્હી, દિલ્હી-કોઇમ્બતુર-દિલ્હી, બેંગલુરુ-અમદાવાદ-બેગલુરુ રૂટ પર શરૂ કરવામાં આવશે.

બેંગલુરુથી રાત્રે ૧૨.૩૦ કલાકે ટેક ઓફ કરીને આ ફ્લાઇટ અમદાવાદ રાત્રે ૨.૩૫ કલાકે પહોંચશે, જ્યારે અમદાવાદથી આ ફ્લાઇટ રાત્રે ૩.૦૫ મિનિટ પર ટેક ઓફ થશે અને બેંગલુરુ સવારે ૫.૨૫ કલાકે બેંગલુરુ પહોંચશે.

એ જ રીતે દિલ્હી-ગોવા ફ્લાઇટ રાત્રે ૧૦ વાગ્યે દિલ્હીથી ઉપડીને ૧૨.૩૫ કલાકે ગોવા પહોંચશે અને ગોવાથી રાત્રે ૧.૧૫ કલાકે ઉપડીને ફ્લાઇટ સવારે ૩.૪૦ કલાકે દિલ્હી પહોંચશે.

divyesh

Recent Posts

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

21 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

21 hours ago

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર…

22 hours ago

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે…

23 hours ago

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની…

23 hours ago

બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.…

24 hours ago