દારૂ પીને વિમાન ઉડાડવા પહોંચી એર ઇન્ડિયાની પાયલોટ

એર ઇન્ડિયાએ પોતાની એક મહિલા પાયલોટ પર ત્રણ મહિના સુધી વિમાન ન ઉડાડવા પરની રોક લગાવી દીધી છે. આ મહિલા પાયલોટ ગત સપ્તાહે ફ્લાઇટ પહેલા બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં નાપાસ થઇ ગઇ હતી. આ યુવા મહિલા સહ પાયલોટ દિલ્હીથી ગુજરાત જતી એરબસ એ 320 ફ્લાઇટનું ઉડાણ ભરવાની હતી. જ્યારે એના શ્વાસ લેવાના ટેસ્ટથી ખબર પડી કે એ નશામાં છે.

એક અધિકારીએ જણાવ્યું કે નિયમોમાં જણાવ્યા અનુસાર થોડાક થોડાક સમયાંતરે મહિવાનું બે વખત બ્રેથ ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં બંને વખત આ પાયલોટ નાપાસ થઇ ગઇ. હાલમાં આ પાયલોટને ત્રણ મહિના માટે ઉડાણ કરવા પર રોક લગાવી દીધી છે. જો કે આ મુદ્દા પર એર ઇન્ડિયાના પાયલોટ પણ વિરોધ કરતાં મહિલા પાયલોટના સમર્થનમાં આવી ગયા છે. એમનું કહેવું છે કે બીએ ટેસ્ટમાં કેટલીક વખત નશા નહીં કરવા પર પાયલોટનું રિઝલ્ટ પણ પોઝિટીવ આવી જાય છે.

એર ઇન્ડિયાની પ્રોસીજર પ્રમાણે આલ્કોહોલ ટેલ્ટ માટે દરેક પાયલોટને પોતાના વિમાનમાં ઉડાણ ભતાં પહેલા મશીનમાં ફૂંક મારવાની હોય છે. જો મશીનમાં કોઇ પણ રીડિંગ આવે છે તો 20 મિનીટ બાદ ફરીથી એક વખત ટેસ્ટ કરવામાં આવે છે અને બીજી વખત પણ રીડિંગ આવે છે તો માનવામાં આવે છે કે પાયલોટ નશામાં છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર એવા ઘણા મોકા આવ્યા છે જ્યારે પાયલોટ નશામાં જોવા મળ્યા છે. પરંતુ બીએ ટેસ્ટ માટે અત્યારે જે મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ એટલું ઝડપી છે કે પાયલોટે પરફ્યૂમ, હોમ્યોપેથિક દવા કે શેવનો ઉપયોગ કર્યો હોય તો એ પોઝિટીવ રીડિંગ જણાવે છે. એક અન્ય સૂત્રએ જણાવ્યું છે કે બે મહિના પહેલા એક પાયલોટએ પણ બીએ ટેસ્ટ પોઝિટવ આવ્યો હતો જ્યારે એ વર્ષો પહેલા દારૂ પીવાનું છોડી ચૂક્યો છે.

You might also like