હવે એરપોર્ટ લોન્જમાં નાના નાના ત્રણ પેગથી વધારે નહીં

નવી દિલ્હી: ભારતીય વિમાન સેવામાં પહેલી વખત એર ઇન્ડિયાએ દેશભરમાં આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે હવાઇ મથકના લોન્જમાં પીરસવામાં આવતાં નશીલા પદાર્થો માટે સીમા નક્કી કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલીક એરલાયન્સમાં નશામાં યાત્રીઓ દ્વારા અનિયંત્રિત વ્યવહારની વધતી ઘટનાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે,

દિલ્હી એરપોર્ટ પર વેપાર અને પ્રથમ શ્રેણીના યાત્રીઓ માટે એક ઇન્ડિયા લોન્જની બહાર કો નોટીસ આપવામાં આવી છે, જેમાં વ્હિસિકી, વોડકા અને રમ માટે ત્રણ પેગની સીમા અને વાઇન માટે બે ગ્લાસ અને બીયર બોટલની સીમા નક્કી કરવા માટેની વાત કરવામાં આવી છે.

આ નોટીસ અનુસાર યાત્રીઓ આ ત્રણમાંથી એક જ નશીલા પદાર્થનું સેવન કરી શકે છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના એક અધિકારીએ જણાવ્યુ કે આ આદેશ જીએમઆર સમર્થિત એરપોર્ટ ઓપરેટર, પરંતુ એર ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

You might also like