જાણો શા માટે એર ઇન્ડિયાના કેબિન ક્રૂને કહેવામાં આવ્યું કરો ગ્રાઉન્ડ ડ્યૂટી

નવી દિલ્લી: મેદસ્વીપણું જો નોકરી પર આફત લાવી દે અથવા મેદસ્વીપણાને લીધે તમારે તમારું મનગમતું કામ ગુમાવવું પડે તો સ્વાભાવિક છે કે દુઃખ તો થવાનું જ. કંઈક એવું જ એર ઇન્ડિયાના એ 57 કેબિન ક્રૂ સાથે પણ થયું છે જે મેદસ્વીપણાનો સામનો કરી રહ્યા હતા. એર ઇન્ડિયાએ એ કેબિન ક્રૂને મેદસ્વીપણું ઘટાડવાની સલાહ આપી અને ફરમાન જાહેર કરી દીધું.

પરંતુ તે કર્મચારીઓએ પોતાનું મેદસ્વીપણું ઓછું કરવામાં સફળ રહ્યા નહિ, તેમને કહ્યું કે તમે કેબિન ક્રૂનું કામ છોડીને ગ્રાઉન્ડ ડ્યૂટીની જવાબદારી સંભાળી લો.

કેબિન ક્રૂથી હટાવવામાં આવેલા કર્મચારીઓમાં એરહોસ્ટેસ પણ શામેલ છે. તેમને કહેવામાં આવ્યું કે જો તેઓ પોતાના મેદસ્વીપણા પર કાબૂ નહિ મેળવે તો સ્થાયી રીતે ગ્રાઉન્ડ ડ્યૂટી માટે તૈયાર રહે.

આ એરહોસ્ટેસનું બોડી માસ ઇંડેક્સ નક્કી કરેલી હદની બહાર હતું. એર ઇન્ડિયાના એક અધિકારીનું કહેવું છે કે મેદસ્વીપણું દૂર કરવા માટે એક જ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ વજન ઘટાડવામાં તેઓ સફળ રહ્યા નહિ, તેમને ગ્રાઉન્ડ ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યા. જાણકારોનું કહેવું છે કે એરહોસ્ટેસનો ગ્રાઉન્ડ ડ્યૂટી પર જવાનો અર્થ છે કે તેમને 35 થી 50 હજાર રૂપિયાનું નુકસાન ચે જે ફ્લાઇંગ ભથ્થા તરીકે મળતું હતું.

મેદસ્વીપણાનો સામનો કરી રહેલા કેબિન ક્રૂને 6 મહિના માટે અનફિટ ગણવામાં આવે છે, જો તેઓ 18 મહિનાની અંદર પોતાના મેદસ્વીપણા પર કાબૂ મેળવી લેવામાં અસફળ રહેશે તો તેઓને સ્થાયી રીતે અનફીટ ગણવામાં આવે છે. ડીજીસીએ લગભગ બે વર્ષ પહેલાં મેદસ્વીપણાને લઈને કટલીક કડક ગાઇડલાઇન જાહેર કરી હતી.

You might also like