એર ઇન્ડિયાનો ધમાકેદાર ન્યૂ યર સેલ, ટ્રેન કરતાં પણ સસ્તી મળી રહી છે ટિકિટ, જાણો કિંમત

નવી દિલ્લી: તમામ કંપનીઓ નવા વર્ષના પર્વ પર અનેક સેલ લઈને આવી રહી છે જ્યારે ગ્રાહકોને આકર્ષવા માટે ઓફર લઈને આવી રહી છે, જ્યારે બીજી તરફ વિમાન કંપનીઓ પણ આ વિશે પાછળ નથી. ગો એર અને એર એશિયા પછી હવે એર ઇન્ડિયાએ પણ એક ધમાકેદાર ન્યૂ યર સેલની શરૂઆત કરી છે.

આની શરૂઆત આજે એટલે કે મંગળવાર 27 ડિસેમ્બર 2016થી થઈ ગઈ છે અને આ ઓફર વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2016 સુધી માન્ય રહેશે. તમે 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે પોતાની સુવિધાથી આ ઓફ પ્રાઇસ હેઢળ વિમાનની મુસાફરી કરી શકો છો.

કંપનીની આ ઓફર હેઢળ લઘુત્તમ ભાડું માત્ર 849 રૂપિયા રાખવામાં આવ્યું છે, જેમાં તમામ ટેક્સ પણ શામેલ છે. એર ઇન્ડિયાની આ ઓફરનો લાભ લઈને તમે કોઈ પણ હોલિડે પ્લાન કરી શકો છો અથવા તો તમે હોળીમાં પોતાના ઘરે જવાની યોજના બનાવી શકો છો. આ ઓફર હેઢળ ટિકિટ બુક કરાવનારા યાત્રીઓ 15 જાન્યુઆરી 2017થી 30 એપ્રિલ 2017 વચ્ચે ક્યારે પણ મુસાફરી કરી શકે છે.

ધ્યાન રહે કે આ ઓફર માત્ર વન વે યાત્રા માટે જ છે. તમને બતાવી દઈએ કે આ પહેલા ગો એર 999 રૂપિયા અને એર એશિયા 917 રૂપિયામાં વિમાનની મુસાફરીની ઓફર લાવી હતી. ઓફર હેઢળ પહેલા આવો અને પહેલા મેળવોના ધોરણે નીતિ અપનાવવામાં આવશે, એટલા માટે જો તમે પણ ટિકિટ બુક કરાવવા ચાહતા હો તો જલદી કરો.

You might also like