એર ઇન્ડિયાનો નવો પ્લાન, ફ્લાઇટમાં આપશે ફ્રી wifi

નવી દિલ્હીઃ ફ્લાઇટમાં મુસાફરી દરમ્યાન જો તમે બોરિંગ ફિલ કરી રહ્યાં હોવ તો હવે તમને તેમાંથી છૂટકારો મળશે. કારણકે હવે ફ્લાઇટમાં પ્રાપ્ત થશે ફ્રી વાઇફાઇ. જેનાથી તમે તમારા મિત્રોને મોકલી શકશો મેસેજ. ઇમેલ્સ ચેક કરી શકશો અને નેટ સર્ફિંગ પણ કરી શકશો. આ બધુ જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં શક્ય બનશે. એર ઇન્ડિયા હવે મુસાફરી દરમ્યાન મુસાફરોને વાઇફાઇ આપવાની યોજના બનાવી રહ્યું છે.

એર ઇન્ડિયા પોતાની એરબસ એ 320 વિમાનો પર વાઇફાઇ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. જે સ્કથાનિક પ્રવાસીઓ  માટે મુખ્ય રહશે. આ એક વખત અમલમાં  થયા પછી બીજી ભારતીય એરલાઇન્સ પણ આ યોજના પર કામ કરી શકે છે.

એર ઇન્ડિયા પ્રમુખ અશ્વિની લોહાનીએ જણાવ્યું છે કે તેઓ પોતાના વિમાનોમાં વાઇફાઇ આપવાની યોજના પર કામ કરી રહ્યાં છે. અમે વાઇફાઇ ઉપકરણ સ્થાપિત કરવા માટે વિમાન નિર્માતા પાસેથી મંજૂરી લઇ લીધી છે. પરંતુ હજી તે કહેવું મુશ્કેલ છે કે અમારી આ યોજના ક્યારે શરૂ થશે. પરંતુ અમે જૂન જુલાઇ સુધી આ યોજના પર કામ પૂરી કરી શકીએ છીએ.

જોકે હજી એર ઇન્ડિયાએ એ વાતનો ખુલાસો નથી કોર્યો કે કેટલો ડેટા અને ઇન્ટરનેટ સ્પીડ મુસાફરોને આપવામાં આવશે. હાલ તો આ કનેક્શન ફ્રીમાં થવાની સંભાવના છે. પરંતુ ફ્રીમાં શરૂ થનારા ઇન્ટેરનેટ પેક બાદ પેડ ટેડા પેકમાં પરિવર્તિત થઇ શકે છે. ફ્રી પેકમાં તમે ઇમેલ્સ ચેક કરી કે મોકલી શકો છો અને તમારૂ વોટ્સઅપ ચલાવી શકો છો.

http://sambhaavnews.com/

You might also like