લંડનની ફ્લાઈટની ગાડી હજુ પાટે ચડતી નથીઃ સવા છ કલાક લેટ

અમદાવાદ: અમદાવાદથી લંડન માટેની સીધી હવાઈ સેવા એર ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં અાવી છે પરંતુ એર ઈન્ડિયાની લેઈટ પડતી ફ્લાઈટને કારણે મુસાફરોને પરેશાની થઈ રહી છે. અાજે સવારે પોણા સાત વાગે અમદાવાદ અાવતી એર ઈન્ડિયાની એઅાઈ ૧૩૦ નંબરની ફ્લાઈટ અાજે સવા છ કલાક કરતાં વધુ સમય મોડી છે. અા ઉપરાંત અા ફ્લાઈટનું અાવતા જતાં મુંબઈમાં સવાથી દોઢ કલાકના રોકાણને કારણે મુસાફરો સુવિધાને બદલે દુવિધા અનુભવી રહ્યા છે.

તા.૧૬ ડિસેમ્બરથી અમદાવાદને લંડન સાથે જોડતી સીધી હવાઈ સેવાનો એર ઈન્ડિયા દ્વારા પ્રારંભ કરવામાં અાવ્યો છે. અા હવાઈ સેવા શરૂ થયાના બીજા દિવસથી ફ્લાઈટ લેઈટ અાવવાની ફરિયાદો ઊઠવા પામી છે. અા ઉપરાંત અા અમદાવાદ લંડન અને લંડન અમદાવાદની કહેવાતી સીધી હવાઈ સેવા મુંબઈ થઈને અાવ જા કરે છે. અા ફ્લાઈટ અાવતાં જતાં મુંબઈમાં અનુક્રમે ૯૦ અને ૮૦ મિનિટ કરતાં વધુ સમયનું રોકાણ કરે છે. જેને કારણે મુસાફરોને ભારે પરેશાની થઈ રહી છે.

અા અોછું હોય તેમ લંડનથી અાવતી ફ્લાઈટ ગઈ કાલે બુધવારે ૧પ મિનિટ કરતાં વધુ સમય મોડી પડી હતી. જ્યારે અાજે ગુરુવારે લંડનથી વાયા મુંબઈ થઈને અાવતી એર ઈન્ડિયાની એઅાઈ ૧૩૦ નંબરની ફ્લાઈટ સવા છ કલાક ડીલે થઈ છે. જેના કારણે અા ફ્લાઈટ સવારે પોણા સાત વાગે અમદાવાદ પહોંચવાના બદલે હવે બપોરે એક કલાકે અમદાવાદ અાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

એર ઈન્ડિયાની ફ્લાઈટ રેગ્યુલર રીતે સમયાંતરે ડીલે પડતી ફ્લાઈટ હવે છ છ કલાક મોડી પડી રહી છે. જેના કારણે લંડનથી અાવનાર મુસાફરોની હાલત કફોડી બની રહી છે. લંડનથી વાયા મુંબઈ થઈને અમદાવાદ અાવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઅાઈ ૧૩૦ સવા છ કલાક કરતાં મોડી પડી છે. અા મામલે એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈથી લંડન જનારી ફ્લાઈટ મોડી પહોંચી હોવાના કારણે રિટર્ન અાવતી ફ્લાઈટ પણ મોડી પડી છે.

You might also like