એર ઈન્ડિયાની આં.રા. ફલાઈટ ઉડાવી મહિલા ક્રૂનો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: એર ઈન્ડિયાની એક ઈન્ટરનેશનલ ફલાઈટને મહિલા ક્રૂએ ચલાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ ફલાઈટ ગત 27 ફ્રેબ્રુઆરીએ સાનફ્રાન્સિસ્કોથી રવાના થઈ હતી. અને ત્રીજી માર્ચે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર આવી હતી. આ ફલાઈટે લગભગ સમગ્ર વિશ્વનું અંતર કાપ્યું છે.

સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ એરક્રાફ્ટ 777-200 એલઆરએ સાનફ્રાન્સિસ્કો જવા માટે પ્રશાંત મહાસાગર ઉપરથી ઉડાણ ભરી હતી. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ફલાઈટ પરત ફરતી વખતે એટલાન્ટિક મહાસાગર પરથી આવી હતી. તે રીતે આ ફલાઈટે લગભગ સમગ્ર વિશ્વનું અંતર કાપ્યું હતું. એર ઈન્ડિયાના પ્રવકતાએ જણાવ્યું કે આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટે અરજી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એર ઈન્ડિયાએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર મહિલાઓ સંચાલિત ફલાઈટ મોકલવાનું આયોજન કર્યું છે. આ ફલાઈટમાં માત્ર પાઇલટ અને કેબિન ક્રૂ જ નહિ પરંતુ ચેકઈન, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ અને એન્જિનિયર પણ મહિલા જ હતી. તે રીતે આ ફલાઈટનું સમગ્ર સંચાલન મહિલાઓએ જ કર્યું હતું.
http://sambhaavnews.com/

You might also like