એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગેરવર્તણૂક પડી શકે છે 14 લાખમાં

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગેરવર્તણૂક કરવું હવે મોંઘુ પડી શકે છે. એર ઇન્ડિયાએ નવા નિયમો બનાવ્યા છે. આ નવા નિયમ અનુસાર, ગેરવર્તણૂક કરનાર યાત્રીઓના કારણે જો ફ્લાઇટ ઉપડવામાં મોડું થશે તો ભારે દંડ ભરવો પડશે. નિયમ પ્રમાણે એક કલાક મોડું થાય તો 5 લાખ રૂપિયાનો દંડ, બે કલાક મોડું થાય તો 10 લાખનો અને બે કલાકથી પણ વધારે મોડું થાય તો 15 લાખનો દંડ ભરવો પડશે.

આ બાબતે એક અધિકારીએ જણાવ્યું કે યાત્રીઓ દ્વારા એર ઇન્ડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને તાજેતરમાં જ થયેલા હુમલાથી કર્મચારીઓના મનોબને ગંભીર નુકસાન પહોંચ્યું છે. એટલા માટે ખરાબ વર્તણૂક કરનાર યાત્રીઓ પર અંકુશ લગાવવા માટે આ પ્રક્રિયા લાવવામાં આવી છે.


નોંધનીય છે કે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી શિવસેનાના સાંસદ રવીન્દ્ર ગાયકવાડે વિમાનમાં સીટને લઇને વાટાઘાટમાં એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલથી માર માર્યો હતો. ગાયકવાડે મીડિયાની સામે જાતે સ્વીકાર્યું કે એમને કર્મચારીને પોતાના ચંપલથી 25 વખત માર્યો, કારણ કે એ ખરાબ વ્યવહાર કરી રહ્યો હતો. આ ઘટના બાદ સંસદમાં પણ જોરદાર હંગામો થયો હતો.

http://sambhaavnews.com/

You might also like