દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ સ્લીપ થઈઃ દુર્ઘટના ટળી

નવી દિલ્હી: નવી દિલ્હીના એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફલાઈટનું હાઈડ્રોલિક ફેલ થઈ જતાં ફ્લાઈટ સ્લિપ થઇ હતી, જોકે આ દુર્ઘટનાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ફ્લાઈટ દિલ્હીથી ન્યૂયોર્ક જઈ રહી હતી. હવે આ ફલાઈટ સાંજે પાંચ વાગ્યે રવાના થશે.

સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર બોઈંગ ૭૭૭-૩૦૦ ઈઆરના અેન્જિનમાં હાઈડ્રોલિક ફેલ થઈ જતાં અેર ઈન્ડિયાની ન્યૂયોર્ક જતી આ ફલાઈટ સ્લિપ થઇ હતી. આ ફ્લાઈટ મંગળવારે રાતે ૧.૪૦ વાગ્યે નવી દિલ્હીના એરપોર્ટ પરથી ન્યૂયોર્ક જવા રવાના થવાની હતી ત્યારે તેના ઉડાણ વખતે આવી ખામી સર્જાતાં ફ્લાઈટ રન-વે પર સ્લિપ થઇ હતી. ત્યારબાદ એન્જિ‌િનયરોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સમસ્યાનો ઉકેલ આવી શક્યો ન હતો. તેથી મુસાફરોને સવારના છ વાગ્યા સુધી ફલાઈટમાં જ બેસી રહેવું પડ્યું હતું, જોકે ફ્લાઈટ સ્લિપ થઇ હતી, પણ કોઈ પેસેન્જરને ઈજા થઈ ન હતી. આ ફલાઈટમાં ૩૦૦ પેસેન્જર સવાર હતા. ત્યારબાદ આ તમામ પેસેન્જરને એક હોટલમાં લઈ જવાયા હતા.

આ અંગે એરપોર્ટના પ્રવકતાએ જણાવ્યું કે અમે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવા પ્રયાસ કર્યા હતા પણ તે શક્ય નહિ બનતાં હવે આ ફ્લાઈટ સાંજે પાંચ વાગ્યે રવાના કરવામાં આવશે. હાલ આ ફલાઈટનું ‌િરપેરકામ ચાલી રહ્યું છે. જોકે આ ઘટનામાં જાનહાનિ નહિ થતાં મુસાફરોએ રાહત અનુભવી હતી.
http://sambhaavnews.com/

You might also like