એર ઇન્ડિયાની ફ્લાઇટનું એન્જિન ફેલ થતાં ભોપાલમાં ઇમર્જન્સી લેન્ડિંગ

ભોપાલ: ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફલાઇટ નં.૬૩૪નું ઇમર્જન્સી લેન્ડિંગ કરવંુ પડ્યું હતું. આ ફલાઇટનું એન્જિન ફેલ થતાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે વિમાનને તાત્કાલિક ભોપાલ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. એર ઇન્ડિયાનું આ વિમાન ભોપાલથી મુંબઇ જઇ રહ્યું હતું. ફલાઇટ ઉપડ્યા બાદ વિમાન પક્ષી સાથે ટકરાતાં તેનું એન્જિન ફેલ થઇ ગયું હતું અને તેના કારણે ઊભી થયેલી ટેકનિકલ ખામીના કારણે વિમાનના પાઇલટે ઇમર્જન્સી લન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ એર ઇન્ડિયાની ફલાઇટમાં એન્જિનની ખામીને ધ્યાનમાં રાખીને વિમાનને ફરી ભોપાલ એરપોર્ટ પર ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.

You might also like