સ્વિડનમાં એર ઈન્ડિયાનું પ્લેન બિલ્ડિંગ સાથે ટકરાયું, તમામ ૧૭૯ યાત્રી સુરક્ષિત

નવી દિલ્હી: ‌િસ્વડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ એરપોર્ટ પર બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી. આ ફ્લાઈટમાં ૧૭૯ યાત્રી સવાર હતા. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ઘટનાના કારણોની હજુ જાણ થઈ નથી. પોલીસના જણાવ્યા મુજબ તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ બુધવારે સાંજે ૫.૪૫ વાગ્યે બની છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટે દિલ્હીથી ઉડાન ભરી હતી. ફ્લાઈટનો એક હિસ્સો બિલ્ડિંગ સાથે જઈને ટકરાયો હતો. ઘટના બાદ તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ પ્લેનની જમણી વિંગ એરપોર્ટના ટર્મિનલ-૫ની એક ઈમારત સાથે ટકરાઈ હતી. રન-વે પર ૫૦ મીટરના અંતર પર વિમાન બિલ્ડિંગ સાથે ટકરાયું હતું. પરંતુ સદ્નસીબે કોઈ પણ યાત્રીને ઈજા પહોંચી નથી. એરપોર્ટ ઓથોરિટી તરફથી હજુ કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નથી.

You might also like