પેસેન્જર્સની ફરિયાદોને એર ઇન્ડિયા ‘જય હિંદ’ બોલીને ઉકેલશે !

નવી દિલ્હી : એર ઇન્ડિયાએ યાત્રીઓની તરફથી કરવામાં આવતી ફરિયાદોને પહોંચી વળવા માટે એક ‘જાદુઇ’ રસ્તો શોધી કાઢ્યો છે. તેની યોજનાં ફરિયાદોને રાષ્ટ્રવાદી રીતે પતાવવાની છે. અને તેનાં માટે જયહિંદ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. એર ઇન્ડિયા વિશે વારંવાર ફરિયાદો થતી રહી છે. જેમાં યાત્રીઓનો યોગ્ય સત્કાર નહી કરવાથી માંડીને સ્વચ્છતા સુધીની હોય છે. મોટા ભાગનાં યાત્રીઓની ફરિયાદ છે કે ઉડ્યનમાંજ્યારે મોડું થાય ત્યારે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે.

એર ઇન્ડિયાનાં ચેરમેન અને નિર્દેશક અશ્વિની લોહાનીએ કહ્યું કે ઉડ્યન પહેલા ફ્લાઇટ કમાન્ડર દ્વારા જયહિંદ કહેવાની ગણી અસર થશે. લોહાનીએ હાલમાં જ એ ઇન્ડિયાનાં કર્મચારીઓને આ અંગે સંદેશ મોકલ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે યાત્રાનાં સમયે પ્લેનનાં કેપ્ટને યાત્રીઓ સાથે જોડાયેલા રહેવું જોઇએ અને પહેલા સંબોધનનાં અંતે જય હિંદ શબ્દનો ઉપયોગ કરવો જોઇએ. તેની યાત્રીઓ પર જબરદસ્ત મનૌવૈજ્ઞાનિક અસર પડશે.

લોહાનીએ તે ઉપરાંત પોતાનાં સંદેશમાં એર ઇન્ડિયાનાં કર્મચારીઓને તેમ પણ કહ્યું કે તેઓ યાત્રીઓ પ્રત્યે વિનમ્ર અને શિષ્ટ રહે. સાથે જ તેમણે કહ્યું કે જો તેએ ચહેરા પર હાસ્ય રાખીને વાત કરશે તો ઘણુ સારૂ રહેશે. તેમણે કર્મચારીઓને આ મુદ્દે સંવેદનશીલ રહેવા માટે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વર્તન એવું કરો કે યાત્રીઓનો એર ઇન્ડિયા સાથેનો અનુભવ યાદગાર રહે. ખુબ જ સારો રહે.

You might also like