Air Indiaએ લોન્ચ કરી ‘New Year Special’ અને ‘લકી ફર્સ્ટ’ સ્કીમ

નવી દિલ્હી: એર ઇન્ડિયાએ પ્રવાસીઓ માટે બે વિશેષ સ્કીમની જાહેરાત કરી જેથી તે શાનદાર રીતે નવા વર્ષનું સ્વાગત કરી શકે. આ પ્રમોશન ઓફર ‘ન્યૂ ઈયર સ્પેશિયલ’ અને ‘લકી ફર્સ્ટ’ છે.

નવા વર્ષ નિમિત્તે મોટાભાગની એરલાઇન્સ કંપનીઓ ગ્રાહકોને સસ્તી હવાઇ મુસાફરીની ઓફર આપીને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. એર ઇન્ડિયા પહેલાં સ્પાઇજેટે ‘હેપ્પી ન્યૂ ઈયર સેલ’ની શરૂઆત કરી હતી.

‘ન્યૂ ઈયર સ્પેશિય સ્કીમ’
નેશનલ એવિએશન કંપનીએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ‘ન્યૂ ઈયર સ્પેશિયલ’ સ્કીમ અંતગર્ત પ્રવાસીઓ 31 ડિસેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યાથી માંડીને 1 જાન્યુઆરી સવારે આઠ વાગ્યા સુધીમાં મેટ્રો શહેરો વચ્ચે 5,016 રૂપિયામાં એક તરફી મુસાફરી કરી શકશે.

લકી ડ્રોના માધ્યમથી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની તક બીજી યોજના અંતગર્ત એક જાન્યુઆરી 15 જાન્યુઆરી દરમિયાન દિલ્હી-મુંબઇ-દિલ્હી માર્ગ પર ઇકોનોમી કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરનાર મુસાફરો પાસે ફર્સ્ટ ક્લાસમાં અપગ્રેડની તક છે. બોર્ડિંગ ગેટ પર તેના માટે લકી ડ્રો કરવામાં આવશે.

You might also like