દિલ્હી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના : બે વિમાન ટકરાતા બચ્યા

નવી દિલ્હી : દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે તે સમયે મોટી દુર્ઘટનાં ટળી ગઇ જ્યારે બે વિમાન સામસામે આવી ગયા હતા. બંન્ને વિમાનો સામસામે ટકરાય તેવી શક્યતા હતી જો કે એટીસી (એર ટ્રાફીક કંટ્રોલર) કમ્યૂનિકેશનની સજાગતાનાં પગલે મોટી દુર્ઘટનાં ટળી હતી. આ મુદ્દે તપાસનાં આદેશો આપી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયા અને ઇન્ડીગોનાં વિમાન એક જ રનવે પર આવી ગયા અને બંન્ને સાસામે આવે તેવી શક્યતાઓ પેદા થઇ ગઇ હતી. રાહતનાં સમાચાર રહ્યા કે એટીસી દ્વારા ત્વરીત પોતાની ભુલ સુધારી લેવાતા દુર્ઘટનાં ટળી શકી હતી. હાલ આ મુદ્દે તપાસ ચાલી રહી છે. દુર્ઘટનાનું કારણ અને ભુલ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 27 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર એક એવી દુર્ઘટના બનતા રહી ગઇ હતી. જ્યારે ઇન્ડિગો અને સ્પાઇસ જેટ વિમાન સામસામે આવી ગયા હતા. આવી અનેક ઘટનાઓ દિલ્હી એરપોર્ટ પર અવાર નવાર બનતી હોય છે. જો કે આવી ઘટનાઓ પર અંકુશ લગાવવામાં એરપોર્ટ તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.

You might also like