હનીટ્રેપમાં ફસાયા IAFના ગ્રુપ કેપ્ટન, ISI ને આપી ગુપ્ત જાણકારી

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ માટે જાસૂસી કરવા તેમજ ગોપનીય દસ્તાવેજ આપવાના આરોપ હેઠળ ભારતીય વાયુસેના (આઇએએફ) ઓફિસર અરૂણ મારવાહને હની ટ્રેપમાં ફસાવાની જાણકારી મળી છે. સૂત્રોને મળતી માહિતી મુજબ થોડા મહીના અગાઉ આઇએસઆઇના એક એજન્ટને છોકરી બનીને મારવાહ સાથે સંપર્ક કર્યો હતો.

જાણકારી મુજબ ગત વર્ષના ડિસેમ્બરમાં આઇએસઆઇ એજન્ટે બે ફેસબુક એકાઉન્ટ દ્વારા મારવાહ સાથે સંપર્ક વધાર્યો. આ બંને ફેસબુક એકાઉન્ટ છોકરીઓના નામે હતા. જેમાં મોડલિંગ સાથે જોડાયેલા દર્શાવામાં આવ્યા હતા.

ભારતીય વાયુસેનાના એક ગ્રુપ કેપ્ટનને ગુપ્ત જાણકારી લીક કરવાના આરોપમાં દિલ્લી પોલીસે ધરપકડ કરી છે. પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIએ હનીટ્રેપ દ્વારા ગ્રુપ કેપ્ટનથી ગુપ્ત જાણકારી મેળવી હતી. ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહ ફેસબુક દ્વારા બે મહિલાઓના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ગુપ્ત જાણકારી વોટ્સઅપ દ્વારા મોકલવા લાગ્યો.

ભારતીય વાયુ સેનાના એક ગ્રુપ કેપ્ટન પર સરકારી ગોપનીયતા કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વાયુસેના મુખ્યાલયમાં તૈનાત ગ્રુપ કેપ્ટનને કાઉંટર ઇંટેલિજેંસ વિંગ તરફથી લગભગ 10 દિવસ સુધી પૂછપરછ બાદ દિલ્લી પોલીસને સોંપવામાં આવ્યો છે.

તેને પાંચ દિવસના રિમાંડ પર મોકલી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા વેબસાઇટ દ્વારા મહિલા સાથે મિત્રતા કરી હતી. વાયુસેનાએ આ મામલામાં તમામ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. અધિકારી દોષિત હશે તો તેને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.

You might also like